તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માલ્યા જેવા ડિફોલ્ટર્સ પર બેંક કસશે ગાળિયો, લોન વસૂલાત માટે પ્રોફેશનલ્સની લેશે મદદ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવી દિલ્હીઃ વિજય માલ્યા જેવા કોર્પોરેટ ડિફોલ્ટર્સ પર ગાળિયો કસવા માટે હવે સરકારી બેંક નવી રણનીતિ પર કામ કરી રહી છે. તે અંતર્ગત લોન વસૂલાત માટે બેંક વધુમાં વધુ પ્રોફેશનલ્સની મદદ લેશે. શુક્રવારે બેંકોની સાથે શરૂ થયેલ બીજા જ્ઞાન સંગમમાં આ વાત સામે આવી છે.
8 લાખ કરોડ રૂપિયાની એસેટ પર દબાણ

જ્ઞાન સંગમ દરમિયાન રાજ્ય નાણાં પ્રધાન જયંત સિન્હાએ કહ્યું કે, જાહેર અને ખાનગી સેક્ટર દ્વારા કુલ લોનમાંથી 8 લાખ કરોડ રૂપિયાની એસેટ ફસાયેલી છે. તેમણે કહ્યું કે, તેમાં સારી વાત એ છે કે, અમને ખબર છે કે ફસાયેલી લોન કોની પાસે છે અને અમારે આ સ્થિતિનો સામનો કેવી રીતે કરવાનો છે અને ફયાલે લોન પરત કેવી રીતે લાવવના છે. આરબીઆઈએ પણ ફસાયેલ લોન પરત લાવવા માટે નિયમોમાં કેટલાક ફેરફાર કર્યા છે. જેની સારી અસર દેખાશે. સિન્હાએ કહ્યું કે, ફંડ રિકવરી માટે અમે આરબીઆઈની સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમે રિકવરી પ્રોસેસને મજબૂત બનાવવામાં લાગ્યા છીએ. અમારું માનવું છે કે, બધુ જ નિયંત્રણમાં આવી જશે.

રિકવરી માટે પ્રોફેશનલ્સની લેવાશે મદદ

જ્ઞાન સંગમમાં ભાગ લેનાર એક બેન્કરે ભાસ્કરને જણાવ્યું કે, બેંકોએ વધુમાં વધુ પ્રોફેશનલ્સની મદદ લે તેવી વાત સામે આવી છે. જેનાથી લોન અને એસેટની રિકવરી સરળતાથી કરી શકાય. અધિકારી અનુસાર સરકારી બેંક હાલમાં પણ પ્રોફેશનલ્સની મદદ લઈ રહી છે પરંતુ તેની સંખ્યા ઘણી ઓછી છે. જ્યાં સુધી વધુમાં વધુ નિષ્ણાંતો નહીં હોય ત્યાં સુધી યોગ્ય સમય પર રિકવરી કરી નહીં શકાય.

આગળની સ્લાઈડ્મસાં વાંચો...કોણ છે દેશના મોટા ડિફોલ્ટર્સ...
અન્ય સમાચારો પણ છે...