નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર નાણાકીય વર્ષ 2016-17માં જાહેર ક્ષેત્રની બેન્કોમાં રૂ.22,815 કરોડની મૂડી ઠાલવશે. તેમાં સૌથી વધુ રૂ.7575 કરોડની મૂડી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)ને મળશે. નોન-પરફોર્મિંગ એસેટ (એનપીએ)ની સમસ્યાનો સામનો કરી રહેલી સરકારી બેન્કો માટે આ રાહતનું પગલું છે.
કઇ બેન્કને કેટલી મળશે મૂડી
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાઃ રૂ.7575 કરોડ
ઇન્ડિયન ઓવરસીઝ બેન્કઃ રૂ.3100 કરોડ
પંજાબ નેશનલ બેન્કઃ રૂ.2816 કરોડ
બેન્ક ઓફ ઇન્ડિયાઃ રૂ.1784 કરોડ
સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાઃ રૂ.1729 કરોડ
સિન્ડિકેટ બેન્કઃ રૂ.1034 કરોડ
કોર્પોરેશન બેન્કઃ રૂ.677 કરોડ
યૂકો બેન્કઃ રૂ.1033 કરોડ
દેના બેન્કઃ રૂ.594 કરોડ
કેનરા બેન્કઃ 997 કરોડ
75 ટકા રકમ તરત છૂટી થશે
નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, 75 ટકા ભંડોળ લિક્વિડિટી સપોર્ટ માટે તાત્કાલિક મુક્ત કરવામાં આવશે. બાકીની 25 ટકા રકમ બેન્કોની કામગીરી જોયા પછી આપવામાં આવશે.
કઇ બેન્કને કેટલી મૂડીની જરૂર તે કેવી રીતે નક્કી કર્યું
નાણા મંત્રાલયનું કહેવું છે કે કઇ બેન્કને કેટલી કેપિટલની જરૂર છે તેના માટે અનેક બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું છે.
- તેમાં સીએજીઆર ક્રેડિટ ગ્રોથની છેલ્લા 5 વર્ષનો સ્ટડી કરવામાં આવ્યો
-બેન્કોએ પોતે કરેલા એસેસમેન્ટને પણ સામેલ કરાયું
- એ વાતનું પણ ધ્યાન રખાયું કે કઇ બેન્કમાં કેટલી ગ્રોથ ક્ષમતા છે.