તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોતાના ક્રિટિકસને રાજને આપ્યો જવાબ, પૂછયું- મોંઘવારી ઓછી કઈ રીતે છે ?

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
નવી દિલ્હીઃ પોતાના ક્રિટિકસને યોગ્ય જવાબ આપતા રિઝર્વ બેન્કના ગવર્નર રધુરામ રાજને તેમને પૂછયું કે તે એ વાત જણાવે કે મોંઘવારી ઓછી કઈ રીતે છે? રાજન પર ગ્રોથની જગ્યાએ મોંઘવારી પર વધુ ફોકસ કરવાનો આરોપ લાગતો રહે છે. તેમણે જણાવ્યું હતું કે, જે લોકો વ્યાજ દરમાં કાપ મૂકવાની વાતને સમર્થન આપી રહ્યાં છે અને તેમની વિરુધ્ધ બોલી રહ્યાં છે, તેમનો કોઈ ઈકોનોમિક આધાર નથી. હું આ રીતના ડાયલોગ પર વધુ ધ્યાન આપતો નથી. કહ્યું ઈકોનોમિક રિકવરીને લઈને ખુબ જ વધુ નિરાશ...
રાજન સરકાર અને તેની પોલિસી પર બોલતા રહ્યાં છે. ઘણી વાર તે તેની વિરુધ્ધ પણ બોલ્યા છે. મુંબઈમાં પત્રકાર સાથેની વાતચીતમાં રાજને કહ્યું હતું કે તે ઈકોનોમિક રિકવરીને લઈને ખુબ જ નિરાશ છે. આ માટે દુષ્કાળ અને બ્રેકસિટ જેવા કારણો પણ જવાબદાર છે. ઈન્ડિયન ઈકોનોમિનું પરફોર્મન્સ ખૂબ જ ક્રેડિટેબલ છે. સૌથી વધુ પડકારો સ્ટ્રકચરલ રિફોર્મની પ્રોસેસને મજબૂત કરવા માટેના છે. રાજને જણાવ્યું હતું કે રિટેલ મોંઘવારી સતત ચોથા મહીને વધી છે. જૂનમાં રિટેલ મોંઘવારીનો આંકડો 5.77 ટકા રહ્યું હતું.
બેન્ક પ્રત્યેના નરમ વલણને ફગાવવામાં આવ્યું
આરબીઆઈ ગવર્નર રાજને લોનના મામલામાં બેન્ક પ્રત્યે નરમ વલણ અપનાવવાના વિચારને પણ ફગાવ્યો છે. રાજને કહ્યું હતું કે, લોનના નિર્ણય પર બેન્કોને જવાબદારીમાંથી મુક્ત કરી ન શકાય. બેન્કોને લોનના મામલામાં સંપૂર્ણ છૂટ ન આપી શકાય. રાજને આરબીઆઈ ગવર્નર તરીકેની બીજી ટર્મ લેવાથી ઈન્કાર કર્યો છે. તે ફરીથી એકેડેમિકમાં પરત ફરવા માંગે છે. તેમની ટર્મ 4 સપ્ટેમ્બરે પુરી થવા જઈ રહી છે. આ વખતે તેઓ અંતિમ દ્વિ-માસિક આર્થિક નીતિ જાહેર કરશે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો