• Gujarati News
  • National
  • Indigenous Landowners Said They Have Vowed To Stop The Adani’s Carmichael Mine Project

અદાણીના ઓસ્ટ્રેલિયા ખાણ પ્રોજેક્ટને ફેડરલ કોર્ટમાં પડકાર

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મેલબોર્ન: ઓસ્ટ્રેલિયાના ક્વીંસલેંડ પ્રાંતમાં અહીંના મૂળ નિવાસી જમીન માલિકોએ ભારતની દિગ્ગજ ખાણ કંપની અદાણી ગ્રૂપના 16.5 અબજ ડોલરના કારમાઈકલ કોલસા ખાણ પ્રોજેક્ટને નવેસરથી ફેડરલ કોર્ટમાં પડકાર ફેંક્યો છે.
મૂળ નિવાસી વાંગાન એન્ડ જાગાલિંગાઉએ એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, તેમણે કારમાઈકલ ખાણ પ્રોજેક્ટને રોકવાનો સંકલ્પ કર્યો છે. જો તેઓ આગળ વધશે તો મોટા પાયા પર તેમની પરંપરાગત જમીન અને પ્રાચીન સંસ્કૃતિ સદા માટે લુપ્ત થઈ જશે.
વાંગાન એન્ડ જાગાલિંગોઉના પ્રવક્તા એડ્રિયાન ગુરાગુબ્બાએ કહ્યું હતું કે, અમે ઓસ્ટ્રેલિયાની અદાલતમાં અપીલ કરી છે અને કાનૂની સમીક્ષાની અરજી કરી છે. જેમાં ઓસ્ટ્રેલિયાના નેશનલ નેટિવ ટાઈટલ ટ્રાઈબ્યૂનલના નિર્ણયને પડકાર ફેંકવામાં આવ્યો છે, જેમાં કહેવાયું છે કે ક્વીંસલેંડ સરકાર કારમાઈકલને ખાણ પટ્ટો આપી શકે છે. જરૂર પડશે તો અમે આ મુદ્દે હાઈકોર્ટમાં પણ જઈશું.
ગત મહિને જમીન માલિકોએ આરોપ લગાવ્યો હતો કે, ઓસ્ટ્રેલિયાના મૂળ રહેવાસીઓ પ્રોજેક્ટનું સમર્થન કરી રહ્યા હોવાનું કહી અદાણીએ અહીંના લોકોને ગેરમાર્ગે દોર્યા હતા. મૂળ નિવાસીઓના આ પગલાં બાદ અદાણીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે, નેશનલ નેટિવ ટાઈટલ ટ્રિબ્યુનલના નિર્ણયને માન્ય રાખવામાં આવશે.
અન્ય સમાચારો પણ છે...