તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તમારે એક પણ રૂપિયો ડૂબવા નહીં દઉં, મુકેશ અંબાણીની ખાતરી

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
બિઝનેસ ડેસ્ક : ડિજિટલ વેન્ચર જિયોને લોન્ચ કર્યા બાદ રિલાયન્સના મુકેશ અંબાણીએ એક અંગ્રેજી બિઝનેસ ન્યૂઝપેપરને પ્રથમ ઇન્ટર્વ્યુ આપ્યો હતો. જેમાં મુકેશ અંબાણીએ કહ્યું હતું કે, Jioએ માત્ર શરૂઆત છે. અમે ભારતીયોની ડિજિટલ લાઈફ તરફ વાળવા માંગીએ છીએ. અંબાણીના કહેવા પ્રમાણે, જિયોના આગમનથી અન્ય કંપનીઓએ ભયભીત થવાની જરૂર નથી. બજારમાં ચાર-પાંચ કંપનીઓ સહેલાઈથી ટકી શકે તેમ છે. તેમણે ભવિષ્યમાં અનેક નવા ડિજિટલ ધંધાઓમાં પણ ઝંપલાવવાની વાત કરી હતી. સાથે જ RILના રોકાણકારોને ખાતરી આપી હતી કે તેમનો એકપણ રૂપિયો નહીં ડૂબે.
જિયો લોન્ચિંગ અંગે મુખ્ય વાતો

- રિલાયન્સ જિયો મારું સપનું છે. છ વર્ષના પ્રયાસો બાદ અમે જે લોન્ચ કર્યું છે, તેવું દુનિયામાં કોઈએ ક્યારેય નથી કર્યું.
- 50 લોકોના કોર ગ્રૂપ સાથે આ વિચારની શરૂઆત થઈ. જે આજે 60 હજાર કર્મચારીઓ સુધી પહોંચી છે.
- Jioએ ઈન્ટરનેટ માટે ઓલ-આઈપી, ઓનલી-એલટી અને સો ટકા વોઈસ ઓવર એલટીઈ નેટવર્ક ઊભું કર્યું છે.
- ત્રણ-ચાર વર્ષ અગાઉ 4G ટેક્નોલોજી રજૂ થઈ ત્યારે લોકોને લાગતું હતું કે, મોબાઈલ ફોનનો ભાવ રૂ. 30 હજાર હશે. અમે દુનિયાભરના મોબાઈલ હેન્ડસેટ ઉત્પાદકો સાથે વાટાઘાટો કરી.
- આજે Jioનું એન્ટ્રી લેવલ JioFi ડિવાઈસ માત્ર રૂ. 1,999માં અને એન્ટ્રી લેવલ ફોન રૂ. 2,999માં મળે છે.
- દુનિયાભરમાં 10 ડૉલરમાં એક જીબી ડેટા મળે છે, ત્યારે અમે તેનો ભાવ એક ડોલરથી પણ નીચે લાવ્યા છીએ.
- ઓક્ટોબર મહિનાથી દેશભરમાં આધારના પાયા પર સિમકાર્ડ આપવાનું શરૂ કરી દઈશું.
- અમે દર મહિને નવા ઉમેરાયેલા ગ્રાહકોનાં આંકડા બહાર પાડીશું. જો શક્ય હશે તો તેથી ઓછા ગાળામાં પણ પ્રકાશિત કરીશું.
રોકાણકારોનો રૂપિયો ડૂબવા નહીં દઉં. મુકેશ અંબાણીએ આપી ખાતરી. વાચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો