10 હજારના ખર્ચે તમારી કારને બનાવો ‘સુપર સેફ’, નહીં રહે ચોરી થવાની ટેન્શન

મોટાભાગના બેઝ મોડલ્સમાં નથી મળતા સેફ્ટી ફીચર્સ, તમે બજારમાં ફીટ કરાવી શકો છો

divyabhaskar.com | Updated - Aug 25, 2018, 04:40 PM
you can safe your car through this 6 safety features

ઓટો ડેસ્કઃ કાર ચોરીના કિસ્સા ભારતમાં વધી રહ્યાં છે. કાર અને ખાસ કરીને તેના કોમ્પોનેન્ટ્સ એવી આઇટમ્સ છે જેની ડિમાન્ડ ઘણી છે. દિલ્હી પોલીસ તરફથી જારી એક એડ્વાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે ઇગ્નિશનને લોક કર્યા વગર કાર મુકવી ન જોઇએ. ઓટોમોબાઇલ્સની ચોરી થવાનું સૌથી મોટું કારણ ડ્રાઇવર્સ તરફથી ઇન્ગિશન ચાવીને કાઢવામાં ન આવતી હોવાનું છે. આમ તો અનેક કારમાં તમને સેફ્ટી ફીચર્સ મળશે પરંતુ બેઝ મોડલ્સમાં આ ફીચર્સ હોતા નથી. તેવામાં તમે માત્ર 10 હજાર રૂપિયાના ખર્ચે તમારી કારની સિક્યોરિટી વધારી શકો છો.

ઓટો સિક્યોરિટી ડિવાઇસ
જો તમારી કારને સેફ રાખવા માગો છો અને ચોરીથી બચાવવા માગો છો તો અનેક ઓટો થેફ્ટ ડિવાઇસ છે, જેનો ઉપયોગ કારમાં કરી શકાય છે. આ ડિવાઇસની કિંમત વધારે નથી હોતી. તેને માર્કેટમાં 10 હજાર રૂપિયાની કિંમતે ખરીદી શકાય છે. આ ડિવાઇસને લગાવવાથી માત્ર ચોરી જ નથી રોકી શકતા પરંતુ ચોરને પકડવામાં પણ સરળતા રહે છે.

ગિયર લોક્સ
ગિયર લોક્સને બેસ્ટ ડિફેન્સ માનવામાં આવે છે. તેવામાં એવું ભાગ્યેજ બને છે કે કોઇ ચોર ગિયર લોક તોડવામાં મહેનત કરે. કારણ કે તેમાં એનર્જીની સાથે સમય બન્નેનો ઉપયોગ થાય છે. તેથી તે એવી કાર પર ફોકસ કરે છે જેમાં ગિયર લોક ન હોય. માર્કેટમાં ગિયર લોકની કિંમત 2200 રૂપિયાથી 5 હજાર રૂપિયાની વચ્ચે છે. તમારે હંમેશા એક બ્રાન્ડેડ ગિયર લોક્સ પર વિશ્વાસ કરવો જોઇએ.

you can safe your car through this 6 safety features

કાર અલાર્મ
માર્કેટમાં અનેક અલાર્મ સિસ્ટમ છે, જે કાર ચોરી રોકવા અથવા ચોરને પકડવામાં મદદરૂપ થાય છે. તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે આ સિસ્ટમ એ ભાગમાં લગાવવામાં આવી હોય જ્યાંથી તેને સરળતાથી શોધી ન શકાય. દિલ્હી પોલીસ અનુસાર, આ એન્જિન કોમ્પોનેન્ટમાં લગાવવું જોઇએ, જેની રેન્ચ 300 ફૂટ સુધીની હોય. તેની કિંમત 3 હજાર રૂપિયા સુધી છે.
 

સ્ટીયરિંગ લોક
સ્ટીયરિંગ લોક એક લાંબુ મેટલ બાર હોય છે, જેને સ્ટીયરિંગ વ્હીલમાં ફીટ કરવામાં આવે છે અને સ્ટીયરિંગને ફરતુ અટકાવી શકાય છે. સ્ટીયરિંગ વ્હીલ લોક્સ ત્યારે વધારે અસરકારક રહે છે, જ્યારે તેને ગિયર લોક્સ સાથે લગાવવામાં આવે. તેની કિંમત 1 હજારથી 1200 રૂપિયાની વચ્ચે છે.

you can safe your car through this 6 safety features

ICAT 
ICATનો અર્થ ઇન્ટેલિજ કોમ્પ્યુટરાઇઝ્ડ એન્ટી થેફ્ટ સિસ્ટમ છે. આમ તો મોટાભાગની કારમાં ICAT ફીચર આવે છે. પરંતુ જો કોઇ કારમાં આ સિસ્ટમ નથી તો તેને અલગથી ફિટ કરાવવી જોઇએ. કાર માત્ર ત્યારે જ શરૂ થશે જ્યારે વ્હીકલ ચાવીમાં લાગેલી ચીપનો સ્વીકાર કરશે અને સેન્સર તેને મંજૂરી આપશે. એટલું જ નહીં, જો કોઇ ડુપ્લિકેટ ચાવી લગાવે છે તો તેનાથી અલાર્મ વાગવા લાગશે. તેની કિંમત 4 હજારથી 6 હજાર રૂપિયા છે.
 

જીપીએસ ટ્રેકર
જીપીએસ ટ્રેકર ચોરી થયેલી કારને ટ્રેક કરવામાં મદદ કરે છે. માર્કેટમાં આ પ્રકારની અનેક ડિવાઇસ મળે છે. જે તમારી કારનો ખોટી રીતે થતા ઉપયોગ અંગે માહિતી આપે છે. તેની કિંમત 10 હજાર રૂપિયાની આસપાસ હોય છે. 

X
you can safe your car through this 6 safety features
you can safe your car through this 6 safety features
you can safe your car through this 6 safety features
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App