તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • 40 ટકા સસ્તી કિંમતમાં ખરીદી શકો છો Royal Enfieldની યૂઝ્ડ બાઇક । You Can Buy Royal Enfield Used Bike In Pulsars Price

40 ટકા સસ્તી કિંમતમાં ખરીદી શકો છો Royal Enfieldની યૂઝ્ડ બાઇક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ભારતની સૌથી જૂની મોટરસાઇકલ કંપનીમાંની એક Royal Enfieldની ડિમાન્ડ હજુ પણ ઓછી થઇ નથી. Royal Enfieldની માંગ દર મહિને યૂઝ્ડ બાઇક માર્કેટમાં પણ સતત વધી રહી છે. સર્ટિફાઇડ પ્લેટફોર્મ પર રોયલ એનફિલ્ડના અનેક મોડલ્સ, જેમકે ક્લાસિક, બુલેટ અને થંડરબર્ડ વગેરેને એક્સ શોરૂમ કિંમત કરતા 40 ટકા સુધી સસ્તી ખરીદી શકાય છે. આ માર્કેટમાં તમે બજાજ પ્લસર N160ની કિંમત(81 હજાર રૂપિયા એક્સ શોરૂમ) પર રોયલ એનફિલ્ડની બાઇક ખરીદી શકો છો. સામાન્ય રીતે આ મોડલ 5થી 6 વર્ષ જૂના હશે. 

 

આ સ્થળેથી ખરીદી શકો છો સર્ટિફાઇડ બાઇક્સ


દેશમાં વધતી ઓનલાઇન સેકન્ડ હેન્ડ માર્કેટ પ્લેસ ડ્રૂમ પર તમને સર્ટિફાઇડ બાઇક ઓપ્શન મળી શકે છે. અહીં તમે એક્સ શોરૂમ અને ઓનરોડ પ્રાઇસની સરખામણીએ 30થી 40 ટકા ઓછી કિંમતમાં બાઇક ખરીદી શકો છો. ડ્રૂમ સિવાય પણ માર્કેટમાં અનેક પોર્ટલ જેવા કે ઓએલએક્સ, ક્વિકર વગેરે પર જઇને તમે પ્રાઇસ કમ્પેર કરી શકો છો. આ કામ સરળ કરવા માટે અમે અહીં અમુક ઓપ્શન્સ જણાવી રહ્યાં છીએ. 

 

ક્લાસિક 350


રોયલ એનફિલ્ડની ક્લાસિક 350 કંપનીની સૌથી વધુ વેચાતી બાઇક છે. આ બાઇકને 70થી 80 હજાર રૂપિયા સુધીની કિંમતમાં ખરીદી શકાય છે. રોયલ એનફિલ્ડ ક્લાસિક 350માં 346 સીસી, 4 સ્ટ્રોક એન્જિન છે, જે 19.8 બીએચપી પાવર અને 28 એનએમ ટોર્ક જનરેટ કરે છે. બાઇકમાં 5 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. સેફ્ટી અને કમ્ફર્ટ આપતા ફીચર્સમાં ટેલિસ્કોપિક, હાઇડ્રોલિક ડમ્પિંગ સસ્પેન્શન(ફ્રન્ટ), સ્વિંગ આર્મ સાથે ગેસ શોક વગેરે છે.


એક્શ શોરૂમ કિંમતઃ 1.35 લાખ રૂપિયાથી શરૂઆત

 

આ પણ વાંચોઃ 400cc અને 3 વ્હીલવાળું સૌથી પાવરફુલ સ્કૂટર, 2.5 લાખ હશે કિંમત