Divya Bhaskar

Home » Automobile » you can buy 4 car with bigger boot space in under 6 lakh budget

6 લાખ કરતા ઓછી કિંમતની 4 કાર્સ, કમ્ફર્ટ સાથે મળે છે સૌથી વધારે સ્પેસ

Divyabhaskar.com | Updated - Aug 24, 2018, 02:52 PM

સામાન રાખવા માટે અને લોકોને બેસવા માટે મળે છે વધારે જગ્યા

  • you can buy 4 car with bigger boot space in under 6 lakh budget
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઓટો ડેસ્કઃ કારની બુકિંગ કરાવતા પહેલા લોકો અનેક વસ્તુઓ પર ધ્યાન આપે છે. તેઓ એ પણ જુએ છે કે કારમાં સામાન રાખવાથી લઇને 4.5 લોકો માટે કેટલી સ્પેસ હોય છે. કંપનીઓ તરફથી ઓછી કિંમતમાં વધારે બૂટ સ્પેસ એટલે કે સામાન રાખવા માટે અને લોકોને બેસવા માટે વધારે જગ્યા આપવાનો પ્રયાસ કરે છે. આજે અમે અહીં એવી જ કેટલીક કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ, જે તમને વધારે સ્પેસ પ્રોવાઇડ કરી શકે છે. અને તેની કિંમત 6 લાખ રૂપિયા કરતા ઓછી છે.

    હોન્ડા અમેજ
    કિંમત:
    5.80 લાખ રૂપિયાથી શરૂ
    હોન્ડાની ઓલ ન્યૂ હો્ડા અમેજ એક શ્રેષ્ઠ ઓપ્શન છે. આ કારમાં તમને 420 લિટર બૂટ સ્પેસ મળે છે. કારમાં 1.2 લિટર i-VTEC પેટ્રોલ અને 1.5 લિટર i-DTEC એન્જિન આપવામાં આવે છે. આ કારનું ડીઝલ વેરિએન્ટ 27.4/23.8 કિ.મી. અને પેટ્રોલ વેરિએન્ટ 19.5/19 કિ.મી. પ્રતિ લિટરની એવરેજ આપે છે.

    3 મહિનામાં 30 હજાર લોકોએ ખરીદી હોન્ડા Amaze
    ત્રણ મહિના પહેલા હોન્ડા કાર્સ ઇન્ડિયાએ નવી હોન્ડા Amazeને લોન્ચ કરી હતી. લોન્ચિંગ બાદથી અત્યારસુધીમાં કંપનીની નવી Amazeના 30 હજાર યૂનિટ્સનું વેચાણ થઇ ગયું છે. ભારતમાં હોન્ડા કાર્સના 20 વર્ષમાં ઇતિહાસમાં નવી Amaze સૌથી ઝડપથી વેચનારી કાર બની ગઇ છે. નવી Amazeને સૌથી પહેલા ઓટો એક્સપો 2018માં રજૂ કરવામાં આવી હતી. આ કાર પેટ્રોલ અને ડીઝલ એન્જિન બન્ને ઓપ્શન સાથે આવે છે. તેમજ કારમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન ઓપ્શન પણ આપવામાં આવે છે.

  • you can buy 4 car with bigger boot space in under 6 lakh budget
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ટાટા ટિગોર 
    કિંમત:
    4.84 લાખ રૂપિયાથી શરૂ 
    ટાટા મોટર્સની તાજતેરમાં લોન્ચ થયેલી કોમ્પેક્ટ સિડાન ટિગોરમાં તમને સારી એવી સ્પેસ મળી શકે ચે. આ કારમાં 419 લિટરની બૂટ સ્પેસ છે. એટલે કે તમને સામાન રાખવા માટે ઘણી જગ્યા મળે છે. તમારે પેસેન્જર સીટ્સ સાથે કોમ્પ્રોમાઇઝ નહીં કરવું પડે. 

  • you can buy 4 car with bigger boot space in under 6 lakh budget
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    હ્યુન્ડાઇ એક્સેન્ટ
    કિંમત:
    5.50 લાખ રૂપિયાથી શરૂ
    હ્યુન્ડાઇ મોટરની આ કારમાં સારા ઓપ્શન છે. આ કારમાં તમને 407 લિટરની બૂટ સ્પેસ મળે છે. તેમાં 1197 સીસીનું એન્જિન છે, જે 82 બીએચપી પાવર જનરેટ કરી શકે છે. આ કારની એવરેજ 19.1 કિ.મી. પ્રતિ લિટર છે.

  • you can buy 4 car with bigger boot space in under 6 lakh budget

    હ્યુન્ડાઇ એક્સેન્ટ
    કિંમત:
    5.50 લાખ રૂપિયાથી શરૂ
    હ્યુન્ડાઇ મોટરની આ કારમાં સારા ઓપ્શન છે. આ કારમાં તમને 407 લિટરની બૂટ સ્પેસ મળે છે. તેમાં 1197 સીસીનું એન્જિન છે, જે 82 બીએચપી પાવર જનરેટ કરી શકે છે. આ કારની એવરેજ 19.1 કિ.મી. પ્રતિ લિટર છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending