Home » Automobile » XUV500 and freestyle to luxurious bentley, this 5 cars launch in april 2018

એપ્રિલમાં લોન્ચ થશે આ કાર, XUV500થી લઇને Freestyle કરશે એન્ટ્રી

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 01:16 PM

બીજા ક્વાર્ટરમાં કાર કંપનીઓ તરફથી નવા મોડલ્સને માર્કેટમાં લોન્ચ કરવામાં આવે છે

 • XUV500 and freestyle to luxurious bentley, this 5 cars launch in april 2018
  +4બીજી સ્લાઈડ્સ જુઓ

  ઓટો ડેસ્કઃ નવા ફાયનાન્સિયલ 2018-19નો પ્રારંભ થઇ ગયો છે. બીજા ક્વાર્ટરમાં કાર કંપનીઓ તરફથી નવા મોડલ્સને માર્કેટમાં લોન્ચ કરવામાં આવે છે. આ મોડલ્સ વિવિધ કંપનીઓ માટે ઘણા મહત્વના છે, સાથે જ પોતાના સેગ્મેન્ટમાં પણ સ્પર્ધા વધારે તેવા છે. ફોર્ડ ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બેંટલે અને બીએમડબલ્યુ જેવી કંપનીઓ પોતાના નવા મોડલ્સને ભારતીય ઓટોમોબાઇલ માર્કેટમાં એન્ટ્રી કરાવવાની છે.

  ફોર્ડ ફ્રીસ્ટાઇલ


  ફોર્ડ ઇન્ડિયાની ફોર્ડ ફ્રીસ્ટાઇલ આ વર્ષની શરૂઆતમાં રજૂ કરવામાં આવી હતી. કંનપી પોતાની આ કારને કોમ્પેક્ટ એસયુવી તરીકે ઓળખાવી રહી છે. આ મોડલને ફિગો હેચબેકના પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. ફ્રીસ્ટાઇલમાં એડિશન બોડી ક્લાઇડિંગ, નવા ફીચર્સ ઉપરાંત અપડેટેડ ડીઝાઇન, નવી એલઇડી ડીઆરએલ, રૂફ રેલ્સ અને નવા બમ્પર છે. ફ્રીસ્ટાઇલની સ્પર્ધા ભારતમાં હ્યુન્ડાઇન આઇ20 એક્ટિવ, ટોયોટા ઇટિયોસ ક્રોસ, હોન્ડા ડબલ્યુઆર-વી અને ફિઆટ અર્બન ક્રોસ સાથે થશે. માનવામાં આવી રહ્યું છે કે તેની કિંમત 6થી 8 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે.

  અન્ય કાર્સ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

 • XUV500 and freestyle to luxurious bentley, this 5 cars launch in april 2018
  +3બીજી સ્લાઈડ્સ જુઓ

  2018 મહિન્દ્રા એક્સયુવી 500 ફેસલિફ્ટ

  મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અપ્રિલના મધ્યભાગમાં પોતાની ફ્લેગશિપ એસયુવી એક્સયુવી 500ના ફેસલિફ્ટને લોન્ચ કરી શકે છે. તાજેતરમાં જ આ એસયુવીની તસવીરો લિક થઇ હતી. આ કારમાં ન્યૂ ક્રોમ ફ્રન્ટ ગ્રિલ, નવી હેડલાઇટ્સ, પ્રોજેક્ટર લેમ્પ અને એલઇડી ડેટાઇમ રનિંગ લાઇટ્સ, નવી ટેલલેમ્પ અને ટેઇલગેટ જોવા મળશે. નવી મહિન્દ્રા એક્યુવી500માં 2.2 લિટર એમહ્વાક ડીઝલ એન્જિનના બદલે નવુ એન્જિન આપવામાં આવશે. જે 170 બીએચપી પાવર અને 400 એનએમ ટોર્ક જનરેટ કરી શકશે. 

 • XUV500 and freestyle to luxurious bentley, this 5 cars launch in april 2018
  +2બીજી સ્લાઈડ્સ જુઓ

  ટોયોટા Yarisની બુકિંગ


  ટોયોટા કિર્લોસ્કર મોટરે કન્ફર્મ કર્યું છે કે કોમ્પેક્ટ સિડાન Yarisની બુકિંગ એપ્રિલ મહિનાથી શરૂ કરવામાં આવશે. ટોયોટાની આ વર્લ્ડ ક્લાસ સિડાન સાથે ભારતમાં બી સેગ્મેન્ટમાં એન્ટ્રીની જાહેરાત કરી છે. કંપનીના ડેપ્યૂટી એમડી(સેલ્સ એન્ડ સર્વિસ) એન રાજાએ કહ્યું છે કે એપ્રિલ 2018થી યારિસનું બુકિંગ શરૂ કરી દેવામાં આવશે. આ કારને કંપનીએ તાજેતરમાં યોજાયેલા ઓટો એક્સપો 2018 દરમિયાન શોકેસ કર્યું હતું. 

 • XUV500 and freestyle to luxurious bentley, this 5 cars launch in april 2018
  +1બીજી સ્લાઈડ્સ જુઓ

  2018 બીએમડબલ્યુ એક્સ3

  બીએમડબલ્યુ ઇન્ડિયા પોતાની નવી જનરેશન એક્સ3 એસયુવીને લોન્ચ કરવા જઇ રહી છે. બીએમડબલ્યુની આ કારને 19 એપ્રિલ 2018ના રોજ લોન્ચ કરવામાં આવશે. નવા મોડલમાં વધારે મોટા ગ્રિલ, નવા બમ્પર સાથે મોટી એર ઇન્ટેક અને નવા એલઇડી હેક્સાગન ફોગ લેમ્પ આપવામાં આવ્યા છે. આ કારમાં ફુલ એલઇડી હેડલેમ્પ, નવી એલઇડી 3ડી ટેલલાઇટ્સ અને જેસ્ટર કન્ટ્રોલ સાથે નવું કેબિન પણ છે. ઉપરાંત ન્યૂ iDrive યૂઝર ઇન્ટરફેસ, એપ્પલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો જેવા ફીચર્સ સ્ટાન્ડર્ડ છે. તેનું વ્હીલબેઝ 2.2 ઇંચ વધારવામાં આવ્યું છે, જેના કારણે બીજી રોમાં લેગરૂમ વધારે છે. માનવામાં આવી રહ્યું છે કે આ કારની કિંમત 50થી 60 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે. 

 • XUV500 and freestyle to luxurious bentley, this 5 cars launch in april 2018

  2018 બેંટલે કોન્ટિનેન્ટલ જીટી

  આ પહેલાં બેંટલે કોન્ટિનેન્ટલ જીટીને ભારતમાં માર્ચ મહિનામાં લોન્ચ કરવામાં આવનારી હતી, પરંતુ તેની લોન્ચિંગ ડેટ પાછળ ઠેલવવામાં આવી છે. હવે માનવામાં આવી રહ્યું છે કે આ કારને 10 એપ્રિલે લોન્ચ કરવામાં આવશે. નવી નજરેશન કોન્ટિનેન્ટલ જીટીને જૂની કાર કરતા વધારે અપગ્રેડ કરવામાં આવી છે. સાથે તેની નવી ડિઝાઇનમાં EXP 10 સ્પી 6 કોન્સેપ્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 

  નવું મોડલ વધારે હળવુ, ફાસ્ટ અને વધારે ડ્રાઇવર ફ્રેન્ડલી છે. ભારતમાં આવનારી બેંટલે કોન્ટિનેન્ટલ જીટીમાં 6.0 લીટર વી12 એન્જિન આપવામાં આવી શકે છે, જે 626 બીએચપી પાવર અને 900 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવતું હશે. આ કારમાં 8 સ્પીડ ડીએસજી ટ્રાન્સમિશન હશે. તેની ટોપ સ્પીડ 333 કિ.મી. પ્રતિ કલાક નોંધવામા આવી છે. ભારતમાં નવા કોન્ટિનેન્ટલ જીટીને સીબીયૂ થકી રજૂ કરવામાં આવશે. જેની પ્રારંભિક કિંમત 4.5 કરોડ રૂપિયા હોઇ શકે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

Trending

વીડિયો વધુ જુઓ