તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • ભારત આવશે વિશ્વની બેસ્ટ સેલિંગ ઇલેક્ટ્રિક કાર, આપે છે 234 Kmની રેન્જ । World Best Selling Electric Car Nissan Leaf Will Launch In India Soon

ભારત આવશે વિશ્વની બેસ્ટ સેલિંગ ઇલેક્ટ્રિક કાર, આપે છે 234 Kmની રેન્જ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ વિશ્વમાં સૌથી વધુ વેચાતી ઇલેક્ટ્રિક કાર ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થઇ શકે છે. નિસાને ઇન્ડિયા પ્રેસિડેન્ટે કહ્યું છેકે Nissan leafની બીજી જનરેશનને ભારતમાં લોન્ચ કરી શકે છે. જાપાનની કાર કંપની નિસાન ભારતમાં 2020 સુધીમાં પોતાના માર્કેટ શેરને 5 ટકા સુધી પહોંચાડવા માગે છે. આ માટે કંપની પોર્ટફોલિયોમાં નવી કાર્સને સામેલ કરીને યોજના બનાવી રહી છે. ભારતમાં આ કારને ઇમ્પોર્ટ કરવામાં આવશે. જેના કારણે કારની કિંમત 30થી 40 લાખ રૂપિયા હોઇ શકે છે. 
 
નિસાન લીફ-2માં પાવરફુલ બેટરી


નિસાનની ઓલ ન્યૂ લીફમાં 40-kilowatt-hour lithium-ion બેટરી છે, જેને કેબિન ફ્લોરની નીચે લગાવવામાં આવી છે. આ એટલી જ જગ્યા લે છે, જેટલી જૂની લીફમાં 24 kwhની બેટરી લેતી હતી. જેના પરથી અંદાજો લગાવી શકાય છેકે માત્ર સાત વર્ષમા ઇલેક્ટ્રિક કાર બેટરીમાં કેટલો સુધારો આવ્યો છે. 

 

ચાર્જિંગ બાદ 243 કિ.મી.ની આપી શકે છે રેન્જ


જીની લીફમાં  80 kW ઇલેક્ટ્રિક મોટર હતી, પરંતુ નવી લીફમાં વધારે પાવરફુલ 110 kW યુનિટ લગાવવામાં આવ્યુંમ છે. જે 147 હોર્સ પાવર જનરેટ કરે છે. જેના કારણે આ કાર માત્ર 7.4 સેકન્ડમાં 100 કિ.મી.ની સ્પીડ પકડી શકે છે. એટલું જ નહીં ઓલ ન્યૂ લીફને એકવાર ચાર્જ કરવામાં આવે તો તે 172થી 243 કિ.મી.ની રેન્જ સુધી ચાલી શકે છે. 

 

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....