• Home
  • Automobile
  • what is the perfect driving position during drive car on highway

હાઇવે પર કાર ચલાવતી વખતે ડ્રાઇવિંગની કઇ પોઝિશન હોય છે પરફેક્ટ

what is the perfect driving position during drive car on highway

divyabhaskar.com

Sep 01, 2018, 01:22 PM IST

ઓટો ડેસ્કઃ હાઇવે પર ઘણીવાર લોકોને અલગ-અલગ પોઝિશનમાં ગાડી ચલાવતા જોયા હશે. કોઇ સ્ટિયરિંગ એક હાથે પકડીને ચલાવે છે તો કોઇ બન્ને હાથોથી. કોઇ સ્ટિયરિંગની વધારે નજીક બેસીને ડ્રાઇવ કરવાનું પસંદ કરે છે, તો કોઇ હાથને સીધા રાખીને તેનાથી અમુક અંતર રાખીને. કહેવામાં આવે છે કે દરેક પોતાની પસંદગી પ્રમાણે ડ્રાઇવ કરવાનું પસંદ કરે છે, પરંતુ આ બધાની વચ્ચે ડ્રાઇવિંગની સાચી પોઝિશન કઇ છે અને સ્ટિયરિંગને કેવી રીતે પકડવું તે જાણવું પણ જરૂરી છે.

આઇઆઇટી મદ્રાસે કરી છે શોધ
આઇઆઇટી મદ્રાસ દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે, જે દરમિયાન સ્ટિયરિંગ વ્હીલ પર 10 પોઇન્ટને સમાન અંતરે બનાવવામાં આવ્યા હોય છે, જે તેની પોઝિશનની સાચી જાણકારી આપે છે. આ કંઇક એવું જ છે જે કોઇ ડ્રાઇવિંગ સ્કૂલમાં આપણને શીખવવામાં આવે છે.

સાચી પોઝિશન
આઇઆઇટી મદ્રાસના સંશોધન પ્રમાણે લાંબા અંતરનું ડ્રાઇવ કરનાર ડ્રાઇવર પોતાના સ્ટિયરિંગને ‘8’o clock અને ‘4’o clockની જેમ પકડે છે, સરળ ભાષામાં કહીંએ તો જે પ્રકારને ઘડિયાળનો એક કાંટો આઠ પર અને બીજો કાંટો ચાર પર હોય છે એ રીતે. આ પોઝિશન માંસપેશીઓમાં થનારી સમસ્યાને ઘણી ઓછી કરી નાંખે છે.

મુશ્કેલી થાય છે ઓછી
એક ઉદાહરણથી સમજીએ જ્યારે આપણે કોમ્પ્યુટરનું કામ કરીએ છીએ ત્યારે કાંડા અને હાથના ઉપરના ભાગનો કોણ 90 ડિગ્રીનો બને છે. જે અનેક પ્રકારની મુશ્કેલીઓથી આપણને બચાવે છે. આ નિયમ ડ્રાઇવ કરતી વખતે પણ લાગુ પડે છે. તેથી જ સંશોધનમાં આ પોઝિશનને સૌથી શ્રેષ્ઠ અને સાચી માનવામાં આવી છે. સંશોધનમાં જણાવવામાં આવ્યું છે કે આ પોઝિશનમાં હાથ અને સ્ટિયરિંગ પર દબાણ ઓછું આવે છે.

ખોટી પોઝિશન
આ ઉપરાંત ‘10’o clock અને ‘2’o clockની પોઝિશન પર વાહન ચલાવતી વખતે જો અકસ્માત સર્જાય ત્યારે એરબેગ હોવા છતાં પણ તમારો હાથ તમારા મોઢા સાથે સ્પીડથી અથડાય છે. જેનાથી ઇજા પહોંચી શકે છે. તમને એ પણ જણાવી દઇએ કે દર વર્ષે ભારતમાં અંદાજે દોઢ લાખથી વધારે માર્ગ અકસ્માત થાય છે. 2009થી 2016ની વચ્ચે અકસ્માતોની ઘટનામાં વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત 84 ટકા માર્ગ અકસ્માત માટે ડ્રાઇવર પોતે જવાબદાર હોય છે.

અકસ્માત માટે થાક પણ મહત્વનું કારણ
જોકે સંશોધનમાં સામે આવ્યું છે કે આખા વિશ્વમાં વાહન ચલાવવાની પોઝિશનને લઇને કોઇ નિયમ નથી. આ ઉપરાંત અકસ્માતનું એક કારણ ડ્રાઇવરને થાક હોવાનું પણ છે. તમને એ પણ જણાવી દઇએ કે આ સંશોધનમાં અંદાજે 30 લોકોએ ભાગ લીધો અને દરેકે અલગ-અલગ પોઝિશનમાં સ્ટિયરિંગ પકડ્યું. સંશોધન દરમિયાન આ દરેકના હાથોમાં સેન્સર લગાવવામાં આવ્યું જેથી શરીર અને હાથ પર પડતા દબાણનું મુલ્યાંકન કરી શકાય. આ સંશોધનમાં સામેલ અંદાજે 25 ટકા લોકોએ ‘8’o clock અને ‘4’o clockની પોઝિશનને સારી ગણાવી તો કેટલાક લોકોએ ‘10’o clock અને ‘2’o clockની પોઝિશનને યોગ્ય ગણાવી.

સંશોધનનું તારણ
આ દરમિયાન મળેલા આંકડાઓ પ્રમાણે વૈજ્ઞાનિકોએ તારણ કાઢ્યું કે, ‘8’o clock અને ‘4’o clockની પોઝિશનમાં ગાડી ચલાવતી વખતે હાથો પણ દબાણ ઓછું રહે છે, જ્યારે ‘10’o clock અને ‘2’o clock અથવા અન્ય પોઝિશનના કારણે દબાણ વધે છે. ‘8’o clock અને ‘4’o clockની પોઝિશનમાં ગાડી ચલાવતી વખતે અકસ્માતનો ખતરો પણ ઓછો રહે છે.

X
what is the perfect driving position during drive car on highway
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી