માત્ર 1 હજારનો ખર્ચ કરીને તમારી જૂની કાર પર આ રીતે કરો નવો પેઇન્ટ, શોરૂમ જેવી ચમકશે, બજારમાં આ કામ માટે થાય છે 30 હજાર રૂપિયા

જૂની બાઇકને પણ આ રીતે 200 રૂપિયામાં નવી જેવી ચમકાવો

divyabhaskar.com | Updated - Sep 05, 2018, 03:55 PM
want to do paint work on car and bike use spray paint

ઓટો ડેસ્કઃ કાર અથવા બાઇકનો કલર જ્યારે ઝાંખો થઇ જાય છે અથવા તો સ્ક્રેચ લાગી જાય છે ત્યારે તે જૂના જેવા દેખાવા લાગે છે. જો તેના પર માર્કેટમાં નવો કલર કરાવવામાં આવે તો તેનો ખર્ચ હજારોમાં થાય છે. ખાસ કરીને કાર પર નવો કલર લગાવવાનો ખર્ચ 25થી 30 હજાર રૂપિયા આવે છે. જોકે, આ કામ સ્પ્રે પેઇન્ટથી ઓછા ખર્ચમાં કરી શકાય છે. Banna બ્રાન્ડનો સ્પ્રે પેઇન્ટ આ માટે બેસ્ટ ઓપ્શન માનવામાં આવે છે.

કારના કલરનો ખર્ચ 1 હજાર રૂપિયા
એક સ્પ્રે પેઇન્ટની ઓનલાઇન કિંમત અંદાજે 220 રૂપિયા છે, જેમાં 440ML કલર આવે છે. કંપનીનો દાવો છે કે કલર હેન્ડી સ્પ્રે પેઇન્ટ છે. 5 સ્પ્રે પેઇન્ટની કિંમત 1100 રૂપિયા છે. આટલા સ્પ્રેમાં કારને પેઇન્ટ કરી શકાય છે. તેમજ બાઇકને પેઇન્ટ કરવા માટે માત્ર એક સ્પ્રેનો જ ખર્ચ કરવો પડે છે.

બાઇક અથવા કાર પેઇન્ટ કરવાની પ્રોસેસ
પેઇન્ટ કરતા પહેલા તમારે બાઇક અથવા કારના જૂના પેઇન્ટ, પોપટા, કાટ અને અન્ય ગંદકીને દૂર કરવી પડશે. આ માટે તમને રેગમાલ, થિનર અને સૂકા કપડાંની જરૂર રહેશે.

1) સૌથી પહેલા કાર અથવા બાઇકના જૂના પેઇન્ટ પર રેગમાલ રગડીને ગંદકીને સંપૂર્ણપણે સાફ કરો. ક્યાંય પણ પોપટા અથવા કાટ હોવો ન જોઇએ.
2) હવે તેને સારા કપડાંથી સાફ કરો. પછી એ કપડાં પર થિનર લગાવીને સાફ કરો. આમ કરવાથી ડસ્ટ સંપૂર્ણપણે સાફ થઇ જશે.
3) જ્યારે ગાડી સંપૂર્ણપણે સાફ થઇ ગયા બાદ, એ ભાગને કવર કરી દો જ્યાં કલર કરવાનો નથી. આ માટે તમે ન્યૂઝ પેપરને ટેપની મદદથી ચોંટાડી શકો છો.
4) હવે તમારે સ્પ્રે પેઇન્ટને સારી રીતે હલાવવો, જેથી તેની અંદર રહેલો બોલ પેઇન્ટને સારી રીતે મિક્સ કરી દે. જ્યારે પેઇન્ટ મિક્સ થઇ જાય ત્યારે બાઇક અથવા કાર પર સ્પ્રે કરવાનું શરૂ કરી દો.
5) પેઇન્ટ કર્યા બાદ તેને સૂકાવા દો. જો તમને લાગે કે પહેલા કોટ બાદ કલર સારી રીતે નથી થયો તો બીજો કોટ કરી શકો છો. પેઇન્ટ સૂકાયા બાદ કાર અને બાઇક ચમકવા લાગશે.

X
want to do paint work on car and bike use spray paint
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App