Divya Bhaskar

Home » Automobile » want to car in diwali book now know the waiting period of maruti cars

દિવાળી સુધીમાં ઇચ્છો છો નવી કાર તો અત્યારે જ કરાવો બુકિંગ, જાણો Brezzaથી લઇને Swift સુધીનો વેઇટિંગ પીરિયડ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 11:31 AM

જાણો મારુતિ સુઝુકીની કઇ કાર પર કેટલો છે વેઇટિંગ પીરિયડ

  • want to car in diwali book now know the waiting period of maruti cars
    +5બીજી સ્લાઈડ્સ જુઓ

    ઓટો ડેસ્કઃ દેશભરમાં ફેસ્ટિવ સિઝન શરૂ થઇ રહી છે, સામાન્ય રીતે દિવાળીની આસપાસ લોકો નવી કારની ડિલિવરી ઇચ્છતા હોય છે, પરંતુ હાઇ ડિમાન્ડવાળી કાર માટે લોકોને હંમેશા રાહ જોવી પડે છે, તેવામાં જો તમે મારુતિ સુઝુકીની કાર્સ જેમકે, વિટારા બ્રેઝા, સ્વિફ્ટ, ડીઝાયર દિવાળી સુધીમાં તમારી પાસે હોય તો એ માટે તમારે અત્યારથી જ બુકિંગ કરાવવું પડશે.

    અમુક કાર્સનો વેઇટિંગ પીરિયડ એટલો લાંબો છે કે જો તમે અત્યારે કાર બુક કરાવશો તો જ તમને દિવળી સુધીમાં તેની ડિલિવરી મળશે. જોકે વેઇટિંગ પીરિયડ કારના વેરિએન્ટ, કલર અને શહેર પર નિર્ભર કરે છે. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે મારુતિના કયા મોડલ પર વેઇટિંગ પીરિયડ કેટલું છે.


    Vitara Brezza
    હાલના સમયમાં મારુતિ સુઝુકી ઇન્ડિયાની લોકપ્રિય કોમ્પેક્ટ એસયુવી વિટારા બ્રેઝા પર સૌથી વધારે વેઇટિંગ પીરિયડ છે. કારના કલર અને શહેરના આધારે વિટારા બ્રેઝાનું વેઇટિંગ પીરિયડ અંદાજે 2થી 3 મહિનાનું છે. મારુતિ સુઝુકીએ ઓગસ્ટ 2018માં વિટારા બ્રેઝાના 13,271 યુનિટ્સ વેચ્યા છે, જોકે કેરળમાં આવેલા પૂરના કારણે કારના સેલિંગમાં ઘટાડો આવ્યો છે. નોંધનીય છેકે આ સેલ્સ આંકડાની સાથે જ વિટારા બ્રેઝા દેશની સૌથી વધુ વેચાતી એસયુવી પણ છે.

  • want to car in diwali book now know the waiting period of maruti cars
    +4બીજી સ્લાઈડ્સ જુઓ

    Maruti Swift
    ફેબ્રુઆરી 2018 ઓટો એક્સપોમાં લોન્ચ થયેલી નવી સ્વિફ્ટના દર મહિને એવરેજ 20 હજાર યુનિટ્સ વેચાય છે. તેમ છતાં તેનો વેઇટિંગ પીરિયડ ઓછો થતો નથી. શહેર અને વેરિએન્ટ પ્રમાણે સ્વિફ્ટનો વેરિએન્ટ પીરિયડ અંદાજે 8 અઠવાડિયા છે. તેવામાં જો તમે દિવાળી સુધીમાં સ્વિફ્ટની ડિલિવરી ઇચ્છો તો તમારે તેનું બુકિંગ અત્યારે કરાવવું પડશે. 

  • want to car in diwali book now know the waiting period of maruti cars
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    Maruti Dzire
    મારુતિ સુઝુકીની નવી ડિઝાયરને ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યા બાદ તે કંપનીની બેસ્ટ સેલિંગ કાર બની ગઇ છે. અને છેલ્લા ત્રણેક મહિનાથી તે નંબર વન સેલિંગ કાર પણ રહી છે. તેમ છતાં મારુતિ સુઝુકી ડિઝાયરનો વેઇટિંગ પીરિયડ અંદાજે 6 અઠવાડિયા છે.

  • want to car in diwali book now know the waiting period of maruti cars
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    Maruti Baleno
    મારુતિ સુઝુકીની પ્રીમિયમ હેચબેક બલેનોનો વેઇટિંગ પીરિયડ ઘણો વધારે છે. આ કારની ડિલિવરી માટે 4થી 6 અઠવાડિયા સુધી રાહ જોવી પડી શકે છે. મારુતિ સુઝુકીએ ઓગસ્ટમાં બલેનોના 17713 યુનિટ્સ વેચ્યા છે અને તે ચોથી સૌથી વધારે વેચાતી કાર રહી છે. 

  • want to car in diwali book now know the waiting period of maruti cars
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    Maruti Ciaz
    મારુતિએ તાજેતરમાં Ciazનું ફેસલિફ્ટ વર્ઝન લોન્ચ કર્યું છે. નવી સિયાઝ આવતા જ હોન્ડા સિટી અને હ્યુન્ડાઇ વર્નાને ટફ ફાઇટ મળી રહી છે. નવી સિયાઝ માટે 1 મહિનાનો વેઇટિંગ પીરિયડ ચાલી રહ્યો છે.

  • want to car in diwali book now know the waiting period of maruti cars

    Maruti Ignis અને S-Cross
    મારુતિ સુઝુકીની બીજી હેચબેક ઇગ્નિસનો વેઇટિંગ પીરિયડ 1 મહિના અને એસ ક્રોસનો વેઇટિંગ પીરિયડ 15થી 20 દિવસ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending