Divya Bhaskar

Home » Automobile » want to buy automatic cars then know 3 type of cars sold in india

માર્કેટમાં વેચાઇ રહી છે ત્રણ પ્રકારની ઓટોમેટિક કાર, ચેક કરો તમારા માટે કઇ છે બેસ્ટ

Divyabhaskar.com | Updated - Aug 27, 2018, 04:02 PM

AMT vs CVT vs DCT: આ ત્રણેયને લઇને મુંઝવણમાં હોય છે ગ્રાહક

  • want to buy automatic cars then know 3 type of cars sold in india
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    ઓટો ડેસ્કઃ ભારતમાં ઓટોમેટિક ગિયરબોક્સ અથવા ઓટોમેટિક ટ્રાન્સમિશન કાર્સની ડિમાન્ડ વધી રહી છે. પહેલાં આ ટ્રાન્મસિશન માત્ર હાઇ એન્ડ કાર્સમાં જ જોવા મળતું હતું, પરંતુ હવે કાર કપંનીઓએ આ ટેક્નોલોજીને હેચબેક, કોમ્પેક્ટ એસયુવી, કોમ્પેક્ટ સિડાનમાં પણ આપવાનું શરૂ કરી દીધું છે. હાલના સમયમાં ત્રણ પ્રકારના ઓટોમેટિક ટ્રાન્મસિશન AMT, CVT અને DCT લોકપ્રિય છે, પરંતુ લોકોને હંમેશા મુંઝવણ રહે છે કે તેમાંથી તેમના માટે કયા ટ્રાન્સમિશનવાળી કાર બેસ્ટ છે. આજે અમે તમને જણાવી રહ્યાં છીએ કે આ ત્રણેય ટ્રાન્સમિશનનું કામ શું છે અને તે કેવા પ્રકારનું ડ્રાઇવિંગ કરનારાઓ માટે બેસ્ટ સાબિત થઇ શકે છે.

    ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન(AMT)
    હાલના સમયમાં ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન(AMT)ને સેમી ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ કહેવામાં આવે છે, તેની ડિમાન્ડ વધી રહી છે. AMT ખરા અર્થમાં ઓટોમેટિક અથવા ક્લચ લેસ ગિયરબોક્સ નથી, પરંતુ એક મેન્યુઅલ ટ્રાન્સમિશન છે, જે ક્લચ દબાવ્યા વગર ગિયર બદલવાની સુવિધા આપે છે. આ પ્રકારના ટ્રાન્સમિશન યુનિટમાં બે મુખ્ય બાબતો- હાઇડ્રોલિક એક્યૂટર સિસ્ટમ અને ઇલેક્ટ્રિક કંટ્રોલ યુનિટનો ઉપયોગ કરવામાં આવે છે. આ એક કિટ છે, જેને કોઇપણ રેગ્યુલર મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે જોડી શકાય છે, જે કાર કંપનીઓને ઓછા ખર્ચવાળુ સોલ્યુશન બનાવે છે.

    આ ટ્રાન્સમિશનને આવી રીતે સમજો
    આ પ્રકારના ટ્રાન્સમિશનમાં ક્લચ પોતાની જાતે કામ કરે છે અને તે સર્વો મોટરથી ઓપરેટ થાય છે, જે તેને ઓટોમેટિક બનાવે છે. સરળ ભાષામાં કહીએ તો સ્પીડો મીટરમાં સ્પીડ પ્રમાણે ગિયર ચેન્જ થતાં જોવા મળે છે. ગિયર ચેન્જ કરવા માટે તમારે ક્લચ અથવા ગિયરબોક્સનો ઉપયોગ કરવો પડતો નથી. AMT પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને એન્જિન ઓપ્શનમાં આપવામાં આવે છે. ફ્યૂઅલ એફિશિયન્સીના મામલે પણ AMT મોડલ્સ મેન્યુઅલ ટ્રાન્સમિશનની સરખામણીએ 5થી 10 ટકા ઓછી એવરેજ આપે છે. આ ઉપરાંત તેની મેઇન્ટેનન્સ કોસ્ટ પણ ઘણી સસ્તી છે. હાલના સમયમાં સ્મોલ હેચબેક જેમકે ક્વિડ, સિલેરિયો, ટાટા નેક્સૉન, ફોર્ડ ઇકોસ્પોર્ટ વગેરે કાર્સમાં AMT ઓપ્શન આપવામાં આવે છે.

  • want to buy automatic cars then know 3 type of cars sold in india
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    Continuously Variable Transmission (CVT)
    Continuously Variable Transmission (CVT) ટેક્નોલોજી વધારે એડ્વાન્સ ગિયરબોક્સ છે અને તે એક્સલરેશન માટે સિંગલ ગિયર સ્પીડનો ઉપયોગ કરે છે. તેમાં પણ ડ્રાઇવિંગ માટે ક્લચલેસ સિસ્ટમ આપવામાં આવી છે. ગિયર રેશિયો જનરેટ કરવા માટે CVTમાં સ્ટીલ પુલી અને બેલ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. CVTમાં કોઇ ગિયર હોતો નથી અને તેમાં ગિયર પણ ચેન્જ થતાં નથી, પરંતુ માત્ર રેશિયો બદલાય છે.
     

    આ પ્રકારના ટ્રાન્સમિશન ઘણો ઓછો અવાજ કરે છે અને તેનો ઉપયોગ ભારતમાં ઓટોમેટિક સ્કૂટર્સમાં વધારે કરવામાં આવે છે, જોકે CVT ટ્રાન્સમિશનમાં સ્પીડ વધારવા અથવા કારને ઓવરટેક કરવા માટે વધારે આરપીએમનો ઉપયોગ થાય છે, જેનાથી અવાજ વધી જાય છે. CVT મોડલની એવરેજ મેન્યુઅલ ટ્રાન્સમિશનની આસપાસ હોય છે. તમને નિસાન માઇક્રો અને મારુતિ બલેનો જેવી કાર્સમાં પણ CVT ઓપ્શન મળી જશે. 

  • want to buy automatic cars then know 3 type of cars sold in india

    ડ્યૂઅલ ક્લચ ટ્રાન્સમિશન(DCT)
    ડ્યૂઅલ ક્લચ ટ્રાન્સમિશન(DCT) આ પ્રકારનું ટ્રાન્સમિશન આગળ જણાવેલા બન્ને ટ્રાન્સમિશન કરતા વધારે એડ્વાન્સ છે. ડ્યૂઅલ ક્લચ ટ્રાન્સમિશનમાં વધારે ઝડપથી ગિયર શિફ્ટ કરવા માટે ટ્વીન ક્લચ સિસ્ટમ આપવામાં આવે છે. બન્ને કલ્ચ ઓડ અને ઇવન ગિયર નંબર્સને અલગ-અલગ રીતે ચેન્જ કરે છે, જ્યારે ગિયર સિસ્ટમ એ જ રહે છે. જે મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં હોય છે. હાઇ એન્ડ કાર કંપનીઓ આ પ્રકારના ટ્રાન્સમિશનનો ઉપયોગ વધારે કરે છે, પરંતુ તમને એફોર્ડેબલ કાર્સ જેમકે, ફોક્સવેગન પોલો જીટી ટીએસઆઇ, ફોર્ડ ફિગો, ફોક્સવેગન અમિયો, સ્કોડા રેપિડ ડીઝલ વગેરેમાં ટ્વીન ક્લચ ટ્રાન્સમિશન આપવામાં આવે છે. 

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending