• Gujarati News
  • Utility
  • Automobile
  • જુલાઇમાં લોન્ચ થશે આ SUV, જાણો શું છે ખાસ । Volvo XC40 Will Launch In India Soon

જુલાઇમાં લોન્ચ થશે આ SUV, જાણો શું છે ખાસ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ વોલ્વો ટૂંક સમયમાં ભારતમાં એસયુવી સેગમેન્ટમાં પોતાની નાની કાર લોન્ચ કરવા જઇ રહી છે. વોલ્વો XC40ને સૌપ્રથમ સપ્ટેમ્બર 2017માં રજૂ કરવામાં આવી હતી. એ સમયે એવું જણાવવામાં આવ્યું હતું કે તેને આગામી વર્ષે ભારતમાં લોન્ચ કરવામાં આવશે. હવે કંપની પોતાની આ કારને ભારતમાં   જુલાઇ 2018ના પ્રથમ સપ્તાહમાં લોન્ચ કરવાની યોજના બનાવી છે. XCમોડલમાં સ્વીડિશ કાર નિર્માતાની વોલ્વો XC40 નાની અને એફોર્ડેબલ કાર છે. જે આંતરરાષ્ટ્રીય બજારમાં પહેલાથી જ વેચાઇ રહી છે. XC40ને ભારતમાં સીબીયુ રૂટ થકી લાવવામાં આવશે અને તેની કિંમત આ વર્ષે લોન્ચ થયેલા દરેક વોલ્વો મોડલ્સને ટક્કર આપી શકે છે. 

 

XC40ને કંપની નવી જનરેશન વોલ્વોની નીચે પોઝિશન કરશે અને આ કંપનીના કોમ્પેક્ટ મોડ્યૂલર આર્કિટેક્ચર પ્લેટફોર્મ પર બનાવવામાં આવશે. તમને જણાવી દઇએ કે કંપનીનું આ નવું પ્લેટફોર્મ છે. વોલ્વો XC90 અને XC60ને વોલ્વોએ સ્કેલેબલ પ્રોડક્ટ આર્કિટેક્ચર પ્લેટફોર્મ પર તૈયાર કરી છે. આ કારની સીધી લડાઇ ઑડીની ક્યૂ 3 સાથે થશે. આજે અમે આ કાર સાથે જોડાયેલી પાંચ બાબતો અંગે જણાવી રહ્યાં છીએ. 

 

એન્જિન ઓપ્શન


વોલ્વોએ આ કારમાં સિંગલ એન્જિન ઓપ્શન આપ્યું છે. આ એસયુવીમાં 2.0 લીટર, 4 સિલન્ડર, ટર્બો ડીઝલ એન્જિન આપવામાં આવશે. જે 8 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન ધરાવે છે. આ કાર 190 બીએચપી પાવર અને 400 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ કારને કેવો રિસ્પોન્સ મળે છે, તેને ધ્યાનમાં રાખીની કંપની તરફથી ભવિષ્યમાં પેટ્રોલ એન્જિન ઓપ્શન આપવામાં આવી શકે છે.

 

આવા હશે ફીચર્સ


વોલ્વોની આ સૌથી નાની એસયુવી સિંગલ મિડ સ્કેપ અને ડિઝાઇન વેરિએન્ટમાં આવશે. આ કારમાં 19 ઇંચ એલોય વ્હીલ્સ, એક્ટિવ બેંડિંગ લાઇટ્સ, વાયરલેસ મોબાઇલ ફોન ચાર્જિંગ, 750 વોટની 13 સ્પીડ હર્મન કાર્ડન સાઉન્ડ સિસ્ટમ, પાવર્ડ ટેલગેટ, પેનોરામિક સનરૂફ, હીટેડ ફંર્ટ અને રિયર સીટ્સ, ઓલ બ્લેક ઇન્ટિરિયર અને વોલ્વોની 9 ઇંચ ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ આપવામાં આવશે. આ સિસ્ટમ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લેને સપોર્ટ કરશે. 

 

વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....