તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • ડિસેમ્બર સુધીમાં લોન્ચ થઇ શકે છે ફોક્સવેગનની નવી SUV । Volkswagen Will Launch All New Suv T Cross In This Year

ભારત આવી રહી છે ફોક્સવેગનની નવી SUV ટી-ક્રોસ, શાનદાર હશે ફીચર્સ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં SUVની ડિમાન્ડ સતત વધી રહી છે. જેને ધ્યાનમાં રાખીને મોટાભાગની કાર નિર્માતા કંપનીઓએ હવે એસયુવીનું ઉત્પાદન વધારી દીધું છે. ફોક્સવેગન પણ વર્ષ 2018ના અંત સુધીમાં એટલે કે ડિસેમ્બરની આસપાસ પોતાની નવી એસયુવી T-Cross લોન્ચ કરવાની છે. આ એસયુવી ગ્લોબલી લોન્ચ થશે અને એવું પણ માનવામાં આવી રહ્યું છે તેને એ જ સમયે ભારતમાં પણ લોન્ચ કરવામાં આવશે. ભારતમાં આ કારની અંદાજીત કિંમત 12થી 16 લાખ રૂપિયાની આસપાસ હશે તેવું મનાઇ રહ્યું છે. આ કારમાં દમદાર એન્જિન આપવામાં આવ્યું છે. તેમજ કારનું ડીઝલ વેરિએન્ટ 22 કિ.મી.ની એવરેજ આપી શકશે. ટી-ક્રોસ કોન્સેપ્ટને જીનેવા મોટર શોમાં શોકેસ કરવામાં આવી હતી. આ કારને ગ્લોબલ લાઇન અપમાં T-Roc પછી સ્થાન આપવામાં આવશે. 

 

આવું હશે ટી-ક્રોસનું એન્જિન


આ નવી એસયુવીના એન્જિન સ્પેસિફિકેશન અંગે કોઇ માહિતી આપવામાં આવી નથી. પરંતુ એવું માનવામાં આવી રહ્યું છે કે આ કારમાં 1.0-litre TSI પેટ્રોલ એન્જિન આપવામાં આવશે. જે 108.4 બીએચપી પાવર અને 175 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. જ્યારે ડીઝલ વેરિએન્ટમાં 1.5-litre TDI એન્જિન છે. જે 88.7 બીએચપી પાવર અને 230 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. કારમાં 7 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવી શકે છે. કારની એવરેજની વાત કરીએ તો પેટ્રોલ વેરિએન્ટની એવરેજ 16-18kmpl જ્યારે ડીઝલ વેરિએન્ટ 20-22kmplની એવરેજ આપી શકશે. 

 

કારનું ઇન્ટિરિયર અને એક્સ્ટિરિયર કેવું હશે એ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....

 

આ પણ વાંચોઃ 3 લાખની કિંમત ને 26 કિ.મી.ની એવરેજ, ભારતમાં લોન્ચ થશે મારુતિની આ કાર