રિ-લોન્ચ / ફોક્સ વેગન એમિઓની કોર્પોરેટ એડિશન ભારતમાં લોન્ચ, પ્રારંભિક કિંમત રૂપિયા 6.99 લાખ

Divyabhaskar.com

Apr 15, 2019, 11:27 AM IST
volkswagen ameo corporate edition launch in India
X
volkswagen ameo corporate edition launch in India

  • કંપનીએ ભારતમાં એમિઓ સબકોમ્પેક્ટ સેડાનની સ્પેશિયલ એડિશન લોન્ચ કરી
  • ગ્રાહકોને સેફ્ટી, ક્વોલિટી અને ફન-ટુ-ડ્રાઈવનો અનુભવ પુરો પાડવામાં કંપની વિશ્વભરમાં જાણીતી છે
  • ફોક્સવેગન એમિઓ કોર્પોરેટ એડિશન 5 કલર્સમાં ઉપલબ્ધ શથે

ઓટો ડેસ્ક. ફોક્સ વેગન ઈન્ડિયાએ ભારતમાં એમિઓ સબકોમ્પેક્ટ સેડાનની સ્પેશિયલ એડિશન લોન્ચ કરી છે. જેને ફોક્સ વેગન એમિઓ કોર્પોરેટ એડિશન એવું નામ આપવામાં આવ્યું છે. કંપનીનું કહેવું છે કે આ કાર બિશનેસ અને કોર્પોરેટ સેક્ટરની જરૂરિયાત વાળા લોકો માટે ઉપયોગી બની રહેશે. એમિઓ કોર્પોરેટ એડિશનને કંપનીએ માત્ર હાઈલાઈ પ્લસ વેરિઅન્ટમાં જ ઉપલબ્ધ કરાવી છે. જેની ભારતમાં એન્ટ્રીલેવલની કિંમત રૂપિયા 6.66 લાખ રાખવામાં આવી છે જે મેન્યુઅલ ટ્રાન્સ્મિશન સાથે આવે છે. તો આજ કારના ડીઝલ વેરિઅન્ટની એક્સ શોરૂમ કિંમત રૂપિયા 7.99 લાખ રાખવામાં આવી છે.

કારમાં ઓટો એર કન્ડિશનર સિસ્ટમ ઉપલબ્ધ

1.ફોક્સવેગન એમિઓ કોર્પોરેટ એડિશન 5 કલર્સમાં ઉપલબ્ધ શથે જેમાં લાપિજ બ્લ્યૂ, રિફ્લેક્સ સિલ્વર, કેન્ડી વ્હાઈટ, ટૉફી બ્રાઉન અને કાર્બન સ્ટીલમાં ઉપલબ્ધ થશે. ફોક્સ વેગન એમિઓ કેર્પોરેટ એડિસનમાં કંપનીએ આગળનાં ભાગે બે એરબેગ અને એબીએસ સિસ્ટમ પણ આપી છે. કારમાં અન્ય ફીચર્સની વાત કરીએ તો તેમાં ક્રૂઝ કન્ટ્રોલ, રેન સેન્સિંગ વાઈપર્સ સાથે કોર્નિંગ લાઈટ અને ડાયનેમિક ટચ સ્ક્રિન મલ્ટીમીડિયા મ્યૂઝિક સિસ્ટમ આપી છે. જે એપ કનેક્ટથી પણ ચાલે છે. સાથો સાથ ઓટો એર કન્ડિશનર સિસ્ટમ પણ આપવામાં આવી છે.
2.

ફોક્સ વેગન પેસેન્જર કારનાં ડારયેક્ટર સ્ટીફન નાપનું કહેવું છે કે, ભારત માટે બનેલી અને ભારતમાં જ ઉત્પાદિત થયેલી એમિઓ કાર ખાસ પ્રકારે ભારતીય માર્કેટને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવી છે. આ કોમ્પેક્ટ સેડાન જર્મન એન્જિનિયરિંગનું એક ઉત્તમ ઉદાહરણ છે. જેમાં કારની સાથે ઉત્તમ કક્ષાના ફીચર્સ પણ આપવામાં આવ્યા છે. કોર્પોરેટ એમિઓ એડિશન થકી અમારું લક્ષ્ય છે કે, તમામ ગ્રાહકોને સેફ્ટી, ક્વોલિટી અને ફન-ટુ-ડ્રાઈવનો અનુભવ પુરો પાડવો. તેના માટે જ કંપની વિશ્વભરમાં જાણીતી છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી