Vodkaથી ચાલતી બાઇકે બનાવ્યો રેકોર્ડ, હાંસલ કરી 181.85 kmphની સ્પીડ

Vodka વેસ્ટ પ્રોડક્ટસમાંથી બનાવ્યું ફ્યૂઅલ, 1980 યામાહા XS650એ બનાવ્યો રેકોર્ડ

divyabhaskar.com | Updated - Sep 04, 2018, 07:15 PM
Vodka powered yamaha bike set speed record

ઓટો ડેસ્કઃ Vodka વેસ્ટ પ્રોડક્ટ્સ પર ચાલતી એક બાઇકે Bonneville Salt Flats સ્પીડ ટ્રાયલ્સમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. આ બાઇક એક મોડિફાઇડ 1980 યામાહા XS650 છે. જેને રીસાઇલ્ડ વોડકાથી ચલાવવામાં આવ્યો છે. આ બાઇકને મોનટાના બેસ્ડ મોનટગોમૈરી ડિસ્ટિલરીના માલિક રેયાન મોનટગોમેરીએ Bonnevilleમાં ચલાવી. ગયા શિયાળામાં જ રેયાને તેનું પ્લાનિંગ શરૂ કરી દીધું હતું. તેમમે લેન્ડ સ્પીડ રેસિંગમાં સામેલ થવાના નિર્ણય બાદ આ બાઇકને બનાવવાનું પ્લાનિંગ શરૂ કર્યું હતું. આ બાઇકને 'Sudden Wisdom' નામ આપવામાં આવ્યું છે અને તેમનો ઓરિજિનલ ટાર્ગેટ 157.71 kmph હતો પરંતુ આ બાઇકે 181.85 kmph સ્પીડ હાંસલ કરી છે.

વોડકામાંથી બનાવવામાં આવ્યું ફ્યૂઅલ
આ ફ્યૂઅલને ડિસ્ટિલિંગ પ્રોસેસથી રીસાઇકલિંગ કર્યા બાદ બનાવવામાં આવ્યું છે, જે એક સારું, ચોખું બર્નિંગ એથનોલ બની ગયું. ડિસ્ટિલરેશન પ્રોસેસ બાદ હેંડ્સનો ઉપયોગ વધુ થતો નથી અને તેને ફેંકી દેવામાં આવે છે.

દોસ્તની મદદથી ઘર પર જ બનાવ્યું ફ્યૂઅલ
41 વર્ષિય રેયાનને ખબર નહોંતી કે વોડકા વેસ્ટ પર બાઇક ચલાવવાની પ્રોસેસ શું છે. પરંતુ તેમણે પોતાના મિત્રની મદદથી પોતાના ઘરના ગરેજમાં આ ટેક્નિકમાં કુશળતા હાંસલ કરવામાં મહિનાઓ લગાવી દીધા. રેયાન પાસે આ પહેલા રેસ બાઇક બનાવવા અને રેસમાં ભાગ લેવાનો પણ કોઇ અનુભવ ન હતો.

બાઇક બનાવવાનો ખર્ચ
આ પ્રોજેક્ટને સ્પોન્સર કરવામાં આવ્યો, જેમાં 1000 ડોલર(અંદાજે 70 હજાર રૂપિયા) મળ્યા. બાઇકના મોડિફિકેશનનો ખર્ચ અંદાજે 5 હજાર ડોલર(3.5 લાખ રૂપિયાની આસપાસ) રહ્યો. રેસ ટીમે વૈકલ્પિક ફ્યૂઅલ સાથે 1980ની 750 સીસી બાઇકને પસંદ કરી. આ નવા રેકોર્ડને હાંસલ કર્યાના ત્રણ દિવસ બાદ જ તેમણે 1974 હોન્ડા CB750 બાઇકથી 143 mph (230 kmphથી વધારે)ની સ્પીડ હાંસલ કરી.

X
Vodka powered yamaha bike set speed record
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App