મોર્ડન કાર્સના 8 એવા ફીચર્સ, જેના માટે ખોટા પૈસા ખર્ચવાની નથી જરૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ આજ કાલ ભારતમાં લોન્ચ થતી મોટાભાગની કાર્સમાં અનેકવિધ પ્રકારના ફીચર્સ આપવામાં આવે છે. કાર્સમાં ઓફર કરવામાં આવતા આ ફીચર્સમાં ઘણા એવા હોય છે, જે ખરા અર્થમાં જરૂરી છે, પરંતુ કેટલાક ફીચર્સ વ્યર્થ હોય છે. આ ફીચર્સ એવા હોય છે કે તે ન હોય તો પણ તમે સરળતાથી અને આરામદાયક રીતે કાર ચલાવી શકો છો. આવા ફીચર્સ માટે કારણ વગર વધારાના પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. આજે અમે અહીં એવા જ 10 ફીચર્સ અંગે માહિતી આપી રહ્યાં છીએ જે કાર્સમાં ન હોય તો પણ તમે કંઇ ગુમાવતા નથી.

 

કારમાં આપવામાં આવતા આ 8 ફીચર્સની નથી જરૂર

 

કિલેસ પુશ બટન સ્ટાર્ટ


આજકાલ બી સેગમેન્ટની હેચબેક કારમાં કિલેસ પુશ બટન સ્ટાર્ટ ફીચર કોમન થઇ ગયું છે. આ ફીચર સામાન્ય રીતે ટોપ એન્ડ ટ્રિમમાં ઓફર કરવામાં આવે છે અને કાર નિર્માતા આ ફીચરને એ રીતે હાઇલાઇટ કરે છે કે આ ઘણું જ મહત્વનું ફીચર છે. જોકે આ ફીચર કારની વેલ્યુમાં એવો કોઇ ખાસ વધારો કરતું નથી. આ ફીચરનો ઉપયોગ ચાવી કાઢ્યા વગર કારને ઓપન કરવામાં અને બટનને પુશ કરીને સ્ટાર્ટ કરવા માટે કરવામાં આવે છે. મોટાભાગની કારમાં રિમોટ લોકિંગ હોય છે અને અનલોક બટન દબાવીને કાર ખોલી શકાય છે તેમજ ચાવી નાંખીને કારને સ્ટાર્ટ પણ કરી શકાય છે, તેવામાં આ ફીચર માટે વધારે પૈસા આપવાની જરૂર નથી.

 

સનરૂફ


ભારતમાં હાલ મોટાભાગના કાર ખરીદનારાઓ આ ફીચર માટે વધારાના પૈસા આપતા હોય છે. પરંતુ આ ફીચરનો ઉપયોગ આપણા દેશ જેવા ગરમ પ્રદેશમાં અર્થહિન છે. આપણા દેશની આબોહવા એ પ્રકારની છે કે તમે આ ફીચરનો આનંદ જોઇએ તે પ્રમાણમાં લઇ શકશો નહીં. તેમજ શહેરમાં પ્રદૂષણ હોવાના કારણે પણ તમે સનરૂફ ઓપન કરીને કાર ચલાવી નહીં શકો. 

 

અન્ય ફીચર્સ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....