તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • Kwidની કિંમતમાં ખરીદો હોન્ડા સિટી હ્યુન્ડાઇ વેર્ના, યૂઝ્ડ કાર માર્કેટમાં છે ઓપ્શન । Used Luxury Cars Honda City To Hyundai

Kwidની કિંમતમાં ખરીદો હોન્ડા સિટી- હ્યુન્ડાઇ વેર્ના, યૂઝ્ડ કાર માર્કેટમાં છે ઓપ્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ સેકન્ડ હેન્ડ કાર માર્કેટમાં લોકો સર્ટિફાઇડ કાર્સને ખરીદી રહ્યાં છે, જેથી આગળ જતાં તેમને કોઇ સમસ્યા ન થાય. આ માર્કેટમાં લોકોને રેનો ક્વિડની કિંમતમાં હોન્ડા સિટીથી લઇને હ્યુન્ડાઇ વર્ના સુધીની પ્રીમિયમ સિડાન કાર્સના ઓપ્શન મળી રહ્યાં છે. નવી રેનો ક્વિડની કિંમત દિલ્હી એક્સશોરૂમ કિંમત 2.66 લાખથી 4.64 લાખ રૂપિયા છે. આજે અમે આ જ પ્રાઇસ રેન્જમાં મળી રહેલી સેકન્ડ હેન્ડ પ્રીમિયમ કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ. 

 

ક્યાંથી ખરીદી શકો છો સર્ટિફાઇડ યૂઝ્ડ કાર્સ


સેકન્ડ હેન્ડના ઓર્ગેનાઇઝ્ડ પ્લેયર્સ જેમકે ડ્રમ, કારદેખો ઉપરાંત ટોયોટાના ટોયોટા ટ્રસ્ટ, મહિન્દ્રા ફર્સ્ટ ચોઇસ, મારુતિ સુઝુકી ઇન્ડિયાના ટ્રૂ વેલ્યૂ વગેરે પરથી સર્ટિફાઇડ કાર્સ ખરીદી શકો છો. અહીં કાર્સનું સંપૂર્ણ ઇન્સ્પેક્શન કર્યા બાદ કસ્ટમર્સને કાર વેચવામાં આવે છે. સાથે જ આ કાર્સ પર ફાઇનાન્સની સુવિધા પણ આપવામા આવે છે. 

 

હ્યુન્ડાઇ વેર્ના
હ્યુન્ડાઇ વેર્ના કંપનીની બેસ્ટ સેલિંગ કાર્સમાંની એક છે. કંપનીએ ગયા વર્ષે વેર્નાના નવા જનરેશનને લોન્ચ કર્યું હતું. વેર્નાના 2011ના મોડલને 2.34 લાખ રૂપિયાથી 3.5 લાખ રૂપિયામાં ખરીદી શકાય છે.