તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોમાસામાં કાર સ્કિડ અને પંક્ચર થવાના આ છે કારણ, રાખો આટલી સાવચેતી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ઉનાળા અને શિયાલાની સરખામણીએ ચોમાસામાં કાર વધારે સ્કિડ થવા લાગે છે. સાથે જ ટાયર પંક્ચર થવાનું જોખમ પણ વધી જાય છે. તેવામાં કાર સ્કિડ અને પંક્ચર ન થાય તે માટે વધુ સાવચેતી રાખવી જરૂરી છે. આ બન્ને સમસ્યાને ઓટો એક્સપર્ટ ટૂટૂ ધવનની ટિપ્સની મદદથી ઓછી કરી શકાય છે. 

 

કાર સ્કિડ અને પંક્ચર થવાના કારણ
- ચોમાસામાં પાણી જ્યારે રસ્તાઓમાં ભરાય જાય છે, ત્યારે ડામરની પકડ નબળી થઇ જાય છે. તેવામાં જ્યારે રસ્તા પર સતત ગાડીઓ પસાર થવાથી ખાડા પડી જાય છે. ઉબડ ખાબડ રસ્તાના કારણે ટાયર પંક્ચર થઇ જાય છે.
- રસ્તાઓ ખરાબ થઇ જવાથી ટાયરની ગ્રિપ પણ નબળી પડી જાય છે. તેવામાં જ્યારે કાર સ્પીડમાં હોય અને બ્રેક લગાવવામાં આવે તો તે સ્કિડ થવા લાગે છે. ગાડી સ્કિડ થવાના કારણે અનેક વાર અકસ્માતો થવાનો ભય રહે છે.

 

એક્સપર્ટ જણાવી 3 ટિપ્સ
- કારને સ્કિડ અને પંક્ચર થવાનું મુખ્ય કારણ ઘસાયેલા ટાયર પણ હોય છે. એક્સપર્ટ અનુસાર ટાયર 3mmના થ્રેડ્સ હોવી જરૂરી છે. જો ટાયરમાં આટલું થ્રેડ્સ નહીં હોય તો તેને ચેન્જ કરી લેવા જોઇએ. 

- ટાયરમાં હવાનું યોગ્ય પ્રેશર ન હોય તો પણ ટાયર સ્કિડ અથવા પંક્ચર થઇ શકે છે. કાર કંપની જે રિકમંડ કરે છે, તેટલી જ હવા ટાયરમાં રાખવી જોઇએ. તેના માટે ડ્રાઇવર ડોર પર હવાના પ્રેશરનું સ્ટીકર આપવામાં આવે છે. સાથે જ કાર ગાઇડ બુકમાં પણ હવાના પ્રેશરનો ઉલ્લેખ કરવામાં આવે છે. 

- ચોમાસા દરમિયાન રસ્તાઓ પર કારની સ્પીડ કેટલી હોવી જોઇએ તે પણ મહત્વનું છે. એક્સપર્ટ અનુસાર હાઇવે પર કારની સ્પીડ 80 કિ.મી.થી વધારે ન હોવી જોઇએ. આ સ્પીડમાં કારને કંટ્રોલ કરી શકાય છે અને સ્કિડ થવાનું જોખમ રહેતું નથી. 

 

આ પણ વાંચોઃ Safe ડ્રાઇવિંગ માટે ચોમાસામાં આ 5 એક્સેસરિઝનો કરો ઉપયોગ