તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • પાણીને કારના ગ્લાસ પર ટકવા નહીં દે રેઇન રિપેલેંટ । Use Rain Repellant During Rainy Days For Car Main And Back Glass

ચોમાસામાં વાઇપર ખરાબ થઇ ગયા હોય તો 350 રૂપિયાના રેઇન રિપેલેંટનો કરી શકો છો ઉપયોગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ચોમાસામાં કાર ડ્રાઇવ કરવી થોડીક મુશ્કેલ થઇ જાય છે. સતત પાણી મેઇન ગ્લાસ પર પડતું રહે છે, જેના કારણે વિઝન ક્લિયર મળતું નથી. તેવામાં જો કારના વાઇપર્સ પણ ખરાબ હોય તો મોટી સમસ્યા ઉભી થાય છે. આ સમસ્યાના નિરાકરણ સ્વરૂપે રેઇન રિપેલેંટનો ઉપયોગ કરી શકાય છે. ઓટો એક્સપર્ટ ટૂટૂ ધવન પણ રેઇન રિપેલેંટ યૂઝ કરવાની સલાહ આપે છે.

 

એક્સપર્ટનો પ્રતિભાવ
- ટૂટૂ ધવન જણાવે છે કે ચોમાસું શરૂ થાય તે પહેલાં કારના ગ્લાસ પર રેઇન રિપેલેંટનો ઉપયોગ કરવો જોઇએ.
- વરસાદમાં તે પાણીને ગ્લાસ પર ટકવા દેતું નથી. અનેકવાર રેઇન વાઇપર્સ ચલાવવાની પણ જરૂર રહેતી નથી.
- તેનો ઉપયોગ કારના બેક સાઇડના ગ્લાસ પર પણ કરવો જોઇએ, કારણ કે અને મોડલમાં બેક રેઇન વાઇપર પણ હોતા નથી.
- રેઇન રિપેલેંટ લગાવ્યા બાદ જ્યારે પાણી ગ્લાસ પર પડે છે તો તે નાના ટીપાંનું સ્વરૂપ ધારણ કરી લે છે. 

 

આ રીતે કરે છે કામ
રેઇન રિપેલેંટમાં પોલીસિલોક્સન અને હાઇડ્રોક્સી-ટર્મિનેટેડ પોલીડિમૈથિલસિલોક્સન ઇન્ગ્રેડિએંટ્સ હોય છે. જે ગ્લાસ પર સિંથેટિક હાઇડ્રોફોબિકની લેયર બનાવે છે. આ એલિમેન્ટ પાણી વિરોધી હોય છે, જે પાણીને ટીપાંમાં બદલી નાંખે છે. જેનાથી તે ગ્લાસ પર ટકતા નથી અને સામેનું વિઝન ક્લિયર થઇ જાય છે. 

 

રેઇન રિપેલેંટની કિંમત
રેઇન રિપેલેંટ ઓનલાઇન અને માર્કેટમાં સરળતાથી મળી જાય છે. તેની ઓનલાઇન કિંમત 350 રૂપિયાથી શરૂ થાય છે. ટૂટૂ ધવન અનુસાર હંમેશા સારી ક્વોલિટીના રેઇન રિપેલેંટનો ઉપયોગ કરવો જોઇએ.

 

આ પણ વાંચોઃ પાણી ભરાયેલા રસ્તા પર કાર ચલાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન