દરરોજ થશે પૈસા અને પેટ્રોલની બચત, આ છે દેશની પાંચ બેસ્ટ Car pool Apps

use car pool service for save petrol and money

divyabhaskar.com

Sep 11, 2018, 05:37 PM IST

ઓટો ડેસ્કઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં લોકો માટે પોતાની કાર લઇને ટ્રાવેલ કરવી મોંઘી પડી રહી છે અને તેઓ રોજિંદા ટ્રાવેલ માટે સસ્તા ઓપ્શન શોધી રહ્યાં છે. જેના કારણે Car poolનો ઉપયોગ વધી રહ્યો છે. Car poolના કારણે લોકોના પેટ્રોલ અને પૈસા બન્ને બચી રહ્યાં છે. Car pool થકી ટ્રાવેલ કરવાથી એવરેજ 3 રૂપિયા પ્રતિ કિ.મી. ખર્ચ થાય છે. ભારતમાં કારપુલિંગ એપ્સ સાથે જોડાનારા યૂઝર્સની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. આજે અમે તમને હાલના સમયમાં ભારતની પોપ્યુલર કારપુલિંગ એપ્સ અંગે જણાવી રહ્યાં છીએ, જેનો ઉપયોગ તમે દરરોજના ટ્રાવેલિંગમાં કરી શકો છો.

BlaBlaCar
BlaBlaCar ભારતની એક પોપ્યુલર કારપુલ એપ છે, જેની શરૂઆત 2013માં કરવામાં આવી હતી. તેને પહેલા ફેસ્ટિવ સિઝનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી હતી, કારણ કે એ સમયે ટ્રેન અને બસમાં જગ્યા મળતી ન હતી અને કેબનો ભાવ ડિમાન્ડના કારણે વધી જતો હતો. આ કારપુલિંગ સર્વિસને ફ્યૂઅલની કોસ્ટને વેચી લેવાના હિસાબથી ડેવલપ કરવામાં આવી હતી. આ એપમાં યૂઝર્સે પોતાનું લોકેશન અને ડેસ્ટિનેશન નાખવાનું હોય છે. ત્યારબાદ એ લોકોનું લિસ્ટ જોવા મળે છે, જેમની સાથે તમે તમારી રાઇડ શેર કરી શકો છો. જો લોકો બીજા સાથે રાઇડ શેર કરવા માગે છે, શેરિંગ અનુરૂપ પોસ્ટ કરે છે.

SRide
SRide પણ એક કારપુલિંગ એપ છે, જે પોતાના રાઇડર્સની સેફ્ટીનો દાવો કરે છે. પ્રત્યેક SRide ડ્રાઇવરનું બેકગ્રાઉન્ડ ચેક કરવામાં આવે છે, જેથી બેસ્ટ સર્વિસ આપી શકાય. સાથે જ અહીં ડ્રાઇવર્સનું રેટિંગ પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. SRideને વર્ષ 2014માં ડેવલપ કરવામાં આવી હતી. જેનો હેતુ લોકોને સસ્તુ ટ્રાન્સપોર્ટ ઉપલબ્ધ કરાવવાનો હતો અને પોલ્યુશન ઓછી કરવામાં મદદ કરવાનો હતો. SRideનો દાવો છે કે જો લોકો નિયમિતપણે ભારતમાં કારપુલ એપ્સનો ઉપયોગ કરે તો દર વર્ષે 11 અરબ ગેલન કરતા વધારેની બચત થઇ શકે છે.

Uber Pool
દિલ્હી અને બેંગાલુરુમાં લોન્ચ કરવાની સાથે Uber Poolની સર્વિસ હૈદરાબાદ અને ભુવનેશ્વર સહિત અન્ય શહેરોમાં પણ શરૂ કરવામાં આવી છે. આ સર્વિસ થકી લોકો એક જ સ્થળે જનારા અન્ય પેસેન્જર્સ સાથે રાઇડ શેર કરી શકે છે. જેમાં લોકોનો ખર્ચ અડધાથી ઓછો થઇ જાય છે. જ્યાં તમારે એકલા રાઇડ કરવા માટે 122 રૂપિયા આપવા પડે છે એ જ સર્વિસ તમને આ એપ થકી માત્ર 49 રૂપિયામાં પહોંચાડી દેશે.

Ola Share
ઉબેર પુલની જેમ મોબાઇલ એપ બેસ્ટ કેબ સર્વિસ પ્રોવાઇડર Olaએ પણ Ola Share સર્વિસ શરૂ કરી છે. અહીં પણ તમે એક જ સ્થળે જતા અન્ય પેસેન્જર્સ સાથે રાઇડ શેર કરી શકો છો. ઉપરાંત, તમે તમારી પસંદના લોકો સાથે પણ તમારી રાઇડ શેર કરી શકો છો. તમે કોઇ એક ગ્રૃપને પણ પસંદ કરી શકો છો.

Ridely
Ridelyને દિલ્હીના ઓડ-ઇવનના પહેલા ફેસ દરમિયાન શરૂ કરવામાં આવી હતી. જેને ત્રણ લોકો વરુણ, રચિત અને અંકુરને પોતાની જબોંગની જોબ છોડીને શરૂ કરી હતી. Ridely માઇક્રોસોફ્ટ બિજસ્પાર્ક પ્રોગ્રામ અને ફેસબુકના FBstartનો ભાગ છે અને દિલ્હી-એનસીઆર, હૈદરાબાદ, પૂણે, બેંગાલુરુ, મુંબઇમાં આ સર્વિસ શરૂ છે.

X
use car pool service for save petrol and money
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી