તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટૂંક સમયમાં ટીવીએસ ભારતમાં લોન્ચ કરશે પોતાની નવી 110 સીસી બાઇક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ટીવીએસ કંપની ભારતીય બજારમાં પોતાની નવી બાઇક લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ બાઇકને 23 ઓગસ્ટની આસપાસ લોન્ચ કરવામાં આવશે. આ કંપનીની એકદમ નવી 110 સીસીની બાઇક હશે. જે હાલની ટીવીએસ ફોનિક્સને રિપ્લેસ કરશે. નોંધનીય છેકે ફોનિક્સનું પ્રોડક્શન ઘણા લાંબા સમયથી બંધ કરી દેવામાં આવ્યું છે. 

 

આવા હોઇ શકે છે ફીચર્સ
આ નવી બાઇકમાં ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, એલઇડી હેડલાઇટ્સ અને ટેલ લાઇટ સહિતના ફીચર્સ મળી શકે છે. તેમજ ડિઝાઇનમાં આ બાઇક વિક્ટર અને સ્ટાર સિટી કરતા ઘણી અલગ લાગતી હશે. આ બાઇકને સ્પોર્ટી બનાવવા માટે તેમાં અનેક ગ્રાફિક્સ હશે. બાઇકમાં ફ્રન્ટમાં ડિસ્ક અને રિયરમાં ડ્રમ બ્રેક હોઇ શકે છે.

 

એન્જિન સ્પેસિફિકેશન
આ 110 સીસી બાઇકમાં 109.7 સીસીનું એન્જિન આપવામાં આવસે. જે 9.5 બીએચપી પાવર અને 9.4 એનએમ ટોર્ક જનરેટ કરી શકશે. આ બાઇકમાં 4 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવશે. આ નવી બાઇક 110 સીસીમાં એક પ્રીમિયમ બાઇક બની શકે છે. આ બાઇકની સીધી ટક્કર સ્પેલન્ડર અને ડ્રીમ યુગા સાથે થશે.

અન્ય સમાચારો પણ છે...