Divya Bhaskar

Home » Automobile » TVS Radeon to Hero Splendor Plus you can buy 110 cc bikes under 50 thousand

50 હજારના બજેટમાં બેસ્ટ ઓપ્શન છે આ 4 બાઇક્સ, નવી Radeonથી લઇને સ્પ્લેન્ડર સુધીના છે ઓપ્શન

Divyabhaskar.com | Updated - Aug 24, 2018, 01:25 PM

110 સીસી સેગમેન્ટમાં ટીવીએસે નવી બાઇક કરી છે લોન્ચ, સ્પ્લેન્ડર અને પ્લેટિનાને આપશે ટક્કર

  • TVS Radeon to Hero Splendor Plus you can buy 110 cc bikes under 50 thousand
    +3બીજી સ્લાઈડ્સ જુઓ

    ઓટો ડેસ્કઃ ભારતીય ટૂ-વ્હીલર માર્કેટમાં બાઇકનું વેચાણ વધી રહ્યું છે. ખાસ કરીને એન્ટ્રી લેવલની અને એફોર્ડેબલ બાઇકનું વેચાણ વધારે થાય છે. જેને ધ્યાનમાં રાખીને વિવિધ બાઇક નિર્માતા કંપનીઓ ભારતમાં પોતાની નવી-નવી પ્રોડક્ટ આ સેગેમેન્ટમાં લોન્ચ કરે છે. 23 ઓગસ્ટે ટીવીએસે પોતાની નવી બાઇક Radeonને લોન્ચ કરી છે. આ બાઇકની કિંમત 48,400 રૂપિયા એક્સશોરૂમ દિલ્હી રાખવામાં આવી છે. આ બાઇક લોન્ચ થતાની સાથે જ ભારતમાં આ સેગમેન્ટમાં બાઇક ખરીદનારાઓને એક નવું ઓપ્શન મળી ગયું છે. આજે અમે 50 હજારથી ઓછી કિંમતમાં ખરીદી શકાય તેવી 4 બાઇક્સ અંગે જણાવી રહ્યાં છે. આ યાદીમાં નવી Radeonથી લઇને સ્પ્લેન્ડર પ્લસ સુધીની બાઇક છે, અહીં 4 બાઇક્સ અંગેની તુલનાત્મક માહિતી આપવામાં આવી છે, જેથી તમે જાતે જ નક્કી કરી શકશો કે તમારા માટે કઇ બાઇક યોગ્ય છે.


    TVS Radeon
    કિંમતઃ
    48,400 રૂપિયા
    આ ટીવીએસની નવી બાઇક છે. બાઇકમાં 109.7 સીસી, સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 7 હજાર આરપીએમમાં 8.3 બીએચપી પાવર અને 5 હજાર આરપીએમમાં 8.7 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. આ બાઇકમાં 4 સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. આ બાઇકની એવરેજ 69.3 કિ.મી. પ્રતિ લિટર છે.

  • TVS Radeon to Hero Splendor Plus you can buy 110 cc bikes under 50 thousand
    +2બીજી સ્લાઈડ્સ જુઓ

    Bajaj Platina
    કિંમતઃ
    47,405 રૂપિયા
    બજાજની બાઇક એવરેજના મામલે અન્ય બાઇકની સરખામણીએ બેસ્ટ માનવામાં આવે છે. બજાજ પ્લેટિનામાં 102 સીસી, સિંગલ સિલિન્ડર, એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 7500 આરપીએમમાં 7.8 બીએચપી પાવર અને 5500 આરપીએમમાં 8.34 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે.  આ બાઇકમાં 4 સ્પીડ ગિયરબોક્સ છે. બાઇકની એવરેજ 96.9 કિ.મી. પ્રતિ લિટર છે. 

  • TVS Radeon to Hero Splendor Plus you can buy 110 cc bikes under 50 thousand
    +1બીજી સ્લાઈડ્સ જુઓ

    Honda CD 110 Dream DX
    કિંમતઃ
    48,641 રૂપિયા
    હોન્ડાની સીડી 110 ડ્રીમ ડીએક્સમાં 109.19 સીસીનું સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 7500 આરપીએમમાં 8.31 બીએચપી પાવર અને 5 હજાર આરપીએમમાં 9.09 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. બાઇકમાં 4 ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. બાઇકની એવરેજ 74 કિ.મી. પ્રતિ લિટર છે.

  • TVS Radeon to Hero Splendor Plus you can buy 110 cc bikes under 50 thousand

    Hero Splendor Plus
    કિંમતઃ
    48,400 રૂપિયા
    હીરો સ્પ્લેન્ડર ભારતમાં સૌથી વધુ વેચાતી બાઇક છે. આ બાઇકમાં 97.2 સીસીનું સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ એન્જિન આપવામાં આવ્યું છે. જે 8 હજાર આરપીએમમાં 8.3 બીએચપી પાવર અને 5 હજાર આરપીએમાં 8.05 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. આ બાઇકમાં 4 સ્પીડ ગિયરબોક્સ છે અને બાઇકની એવરેજ 81 કિ.મી. પ્રતિ લિટર છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending