લોકોની પસંદ / ટીવીએસ NTorq 125 સ્કૂટરના વેચાણમાં નોંધાયો ગ્રોથ, તેમાં મોંઘી કાર જેવું સ્માર્ટ મીટર મળે છે

TVS NTorq 125 Scooter Sales Growth Over in march
X
TVS NTorq 125 Scooter Sales Growth Over in march

  • સ્કૂટર ચાલક તેના ફોન કોલ અને મેસેજની વિગતો મીટરમાં જોઈ શકશે
  • આ સ્કૂટરના માત્ર માર્ચ મહિનામાં 18557 યુનિટ વેચાયા
  • 95 કિમીની ટોપ સ્પીડ આપી લોકોની પસંદ બની રહ્યુ છે

Divyabhaskar.com

Apr 23, 2019, 04:52 PM IST
ઓટો ડેસ્ક. બાઈક-સ્કૂટર ઉત્પાદક કંપની ટીવીએસના સેલિંગ ગ્રોથમાં વધારો થયો છે. ગત વર્ષની સરખામણીએ આ નાણાકીય વર્ષમાં 6.6 ટકાનો ગ્રોથ નોંધાયો છે. કંપનીના આ ગ્રોથમાં એન્ટોર્ક 125ની મહત્વની ભૂમિકા રહી છે. કંપનીએ આ સ્કૂટરને ફેબ્રુઆરી 2018માં લોન્ચ કર્યુ હતુ. ગત મહિને (માર્ચ)માં આ સ્કૂટરના18,557 યુનિટ વેચાયા હતા. જે ટોપ-10 સેલિંગ સ્કૂટરના લીસ્ટમાં 5મા નંબરે છે. નાણાકીય વર્ષ 2019માં કંપની ત્રીજા સ્થાને આવી છે.

55 જેટલા ફીચર સાથેનું ડિજિટલ મીટર

1. 95 કિમી પ્રતિ કલાકની ટોપ સ્પીડ આપે છે
આ સ્કૂટરમાં 125ccનુ સિંગલ સિલિન્ડર એર કૂલ્ડ પેટ્રોલ એન્જિન આપ્યુ છે. જે 7,500 rpm પર 9.5bhpનો પાવર અને 10.5 Nmનો પીટ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. સ્કૂટરની ટોપ સ્પીડ 95 કિમી પ્રતિ કલાકની છે. માત્ર 0થી 9 સેકંડમાં 100 કિમીની ઝડપ પકડે છે. 
2. 55 જેટલા ફીચર સાથેનું ડિજિટલ મીટર
આમ સ્કૂટરમાં નવીન બ્લૂટૂથ ટેકનોલોજી ટીવીએસ સ્માર્ટકનેક્ટર આપ્યુ છે. જે એક્સક્લૂઝિવ રીતે NTORQ મોબાઇલ એપ સાથે કામ કરે છે. તેને ગૂગલ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી એક્ટિવ કરી શકાય છે. ટીવીએસ સ્માર્ટકનેક્ટ સંપૂર્ણપણે ડિજિટલ સ્પીડોમીટરમાં વધારો કરે છે. જે નેવિગેશન આસિસ્ટ, ટોપ સ્પીડ રેકોર્ડર, ઇન-બિલ્ટ લેપ-ટાઇમર, ફોન-બેટરી સ્ટ્રેન્થ ડિસ્પ્લે, છેલ્લાં પાર્કિંગનું લોકેશન, સર્વિસ રિમાઇન્ડર, ટ્રિપ મીટર તથા સ્ટ્રીટ અને સ્પોર્ટ જેવા મલ્ટિ-રાઇડ મોડ સહિત 55 જેટલા ફીચર ધરાવે છે. 
3. કોલ ડિટેઈલ્સ પણ મળી રહેશે
સ્માર્ટ કનેક્ટરને ચાલક તેના ફોન સાથે કનેક્ટ કરી શકશે. ત્યારબાદ તેમાં ઈનકમિંગ કોલ એલર્ટ, ઈનકમિંગ મેસેજ એલર્ટ, મિસ્ડ કોલ એલર્ટ અને ફોન સિગ્નલ સ્ટ્રેન્થ પણ ડિજિટલ મીટરમાં ડિસ્પ્લે થશે. માત્ર એટલુ જ નહીં પણ ચાલકને સ્માર્ટફોનની બેટરીની વિગતો પણ મળી રહેશે. એસએમએસને તે ઓટો રિપ્લાય પણ કરી દેશે. આવા પ્રકારના મીટર કેટલીક મોંઘી કારમાં ઉપલબ્ધ હોય છે. 
4. આ ફીચર્સ પણ મળશે
ટીવીએસ NTORQ 125 સિગ્નેચર ટેલ અને LED ટેલ લેમ્પ સાથે શાર્પ, આક્રમક સ્ટાઇલ ધરાવે છે. બીજી કંપનીના સ્કૂટરમાં હજી સુધી આવું ફીચર એડ કરવામાં નથી આવ્યુ. આ સ્કૂટરમાં ફ્લૂઅલ ટેન્ક બહારની તરફ આવશે જે 5 લીટરની ક્ષમતા ધરાવે છે. સેફ્ટી માટે તેના આગળના ટાયરમાં ડિસ્ક બ્રેક આબવામાં આવી છે. એલોય વ્હીલ સાથે ટ્યૂબલેસ ટાયર પણ આપ્યુ છે. સ્કૂટરમાં ટેલિસ્કોપિક સસ્પેન્શન આપવામાં આવ્યા છે. જે મેટાલિક કલર્સમાં આવે છે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી