• Home
  • Automobile
  • ટીવીએસ અપાચે આરટીઆર 180 લોન્ચ | TVS Apache RTR 180 launch India Price

TVS Apache RTR 180નું નવું મોડલ લોન્ચ, રેસિંગ ગ્રાફિક્સ આપે છે બોલ્ડ લૂક

પ્લસરને ટક્કર આપવા માટે ટીવીએસે લોન્ચ કર્યું નવું અપાચે 180

divyabhaskar.com | Updated - Nov 21, 2018, 07:24 PM
ટીવીએસનું નવું અપાચે RTR 180 2019 વેર
ટીવીએસનું નવું અપાચે RTR 180 2019 વેર

ઓટો ડેસ્કઃ TVS મોટર કંપનીએ Apache RTR 180 નું 2019 મોડલ ભારતમાં લોન્ચ કરી દીધું છે. 2019 TVS Apache RTR 180 ને બે વેરિઅન્ટ નોન ABS અને ABSમાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. નોન ABS વેરિઅન્ટની કિંમત 84578 રૂપિયા જ્યારે ABS વેરિઅન્ટની કિંમત 95392 રૂપિયા એક્સ-શોરૂમ દિલ્હી રાખવામાં આવી છે.

રેસ ઇન્સ્પાયર્ડ ગ્રાફિક્સ
નવી Apache RTR 180 મોડલમાં જૂના મોડલની સરખામણીમાં ઘણી અપડેટ્સ આપવામાં આવી છે. અપડેટ્સ તરીકે નવી બાઇકમાં રેસ ઇન્સ્પાયર્ડ ગ્રાફિક્સ, વ્હાઇટ બેકલીટ સ્પીડોમીટર અને ડાયલ આર્ટ સાથે નવો ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ઇન્ટિગ્રેટેડ ફ્રેમ સ્લાઇડર્સની સાથે બેટર ક્રેશ પ્રોટેક્શન પણ મળશે.

30 લાખ યુનિટ્સનું વેચાણ
2019 TVS Apache RTR 180 ને ગ્રાહકો પર્લ વ્હાઇટ, ગ્લોસ બ્લેક, ટી ગ્રે, મેટ બ્લૂ અને મેટ રેડ એમ 5 વેરિઅન્ટમાં ખરીદી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ટીવીએસ અપાચેના 30 લાખથી વધુ યુનિટ્સનું વેચાણ થવાના સેલિબ્રેશન રૂપે નવા બે મોડલ લોન્ચ કરવામાં આવ્યા છે.

ટીવીએસ અપાચેની ટોપ સ્પીડ
નવી ટીવીએસ અપાચેમાં માત્ર કોસ્મેટિક અપડેટ છે. અર્થાત્ મિકેનિકલ દ્રષ્ટિએ બાઇકમાં કોઇ બદલાવ નથી કરવામાં આવ્યો. આ બાઇકમાં 177.4 સીસીનું એર કૂલ્ડ સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 16bphના પાવર અને 15.5 Nmનું પિક ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિનને 5-સ્પીડ ગીયરબોક્સથી કનેક્ટ કરવામાં આવ્યું છે. કંપનીના દાવાનુસાર, બાઇકની ટોપ સ્પીડ 114 કિમી/કલાકની છે. બ્રેકિંગ માટે ફ્રન્ટ અને રિઅર બંને તરફ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે. અહીં ઓપ્શન તરીકે ડ્યુઅલ ચેનલ ABS મળશે.

X
ટીવીએસનું નવું અપાચે RTR 180 2019 વેરટીવીએસનું નવું અપાચે RTR 180 2019 વેર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App