• Home
  • Automobile
  • Triumph Rocket 3 model will be available in a bike a 2500cc powered engine

અપકમિંગ / ટ્રાયમ્ફની રોકેટ 3 મોડલ બાઇકમાં મળશે 2500ccનું પાવરફૂલ એન્જિન

Triumph Rocket 3 model will be available in a bike a 2500cc powered engine
X
Triumph Rocket 3 model will be available in a bike a 2500cc powered engine

  • 2020 ટ્રાયમ્ફ રોકેટ 3ને ટેસ્ટિંગ દરમિયાન બ્રિટિશ બ્રાંડના યૂકેના Hinckley ખાતેના હેક્વાર્ટરમાં પહેલી વખત જોવા મળી છે
  • આ બાઇકમાં 180bhpનો પાવર અને 230 Nmનો ટોર્ક જનરેટ કરશે

divyabhaskar.com

Apr 20, 2019, 10:56 AM IST
ઓટો ડેસ્ક. બ્રિટીશ ઓટો કંપની ટ્રાયમ્ફ મોટરસાઇકલ્સે અપકમિંગ બાઇકનો ફોટો જાહેર કર્યો છે. કંપનીએ આ બાઇકનું નામ ટ્રાયમ્ફ રોકેટ 3 રાખ્યું છે. હાલ કંપની યુકેના હેન્કલી શહેર ખાતે બાઇકના ત્રણ સિલેન્ડર એન્જિન વિકસાવી રહી છે. આ બાઇકનું સ્ટાન્ડર્ડ પ્રોડક્શન મોડલનો ફોટો જાહેર કરવામાં આવ્યો છે. કંપની તેના સ્ટાન્ડર્ડ પ્રોડક્શન મોડલને નવેમ્બરમાં ઇટલીના મિલાન ખાતે યોજાનારા ઓટો શો EICMA 2019(Esposizione Internazionale Ciclo Motociclo e Accessori)માં શો-કેસ કરવામાં આવશે. ભારતમાં આ 2020ની પહેલા ત્રિમાસિક એટલે કે જાન્યુઆરીથી માર્ચ મહિનામાં લોન્ચ કરવામાં આવશે. 

આ બાઇકમાં નવા મોડર્ન ઇલેક્ટ્રોનિક્સ આપવામાં આવ્યા છે

2020 ટ્રાયમ્ફ રોકેટ 3માં અપડેટ લૉન્ગિટ્યૂડિનલી માઉન્ટેડ થ્રી- સિલેન્ડ એન્જિનની સાથે એક મોટુ ડિસપ્લેસમેન્ટ 2500cc વાળુ એન્જિન જનરેટ કરશે. આ નવા એન્જિન સૌથી મોટુ પ્રોડક્શન મોટરસાઇકલ એન્જિન હોવાનો કંપની દાવો કરે છે. આ બાઇકમાં 180bhpનો પાવર અને 230 Nmનો ટોર્ક જનરેટ કરશે.
લેટેસ્ટ સ્પાઇ શોર્ટમાં રોકેટ 3 એક સ્પોર્ટ્સ પિલિયન સીટની સાથે બાઇકનો લુક TFC(ટ્રાયમ્ફ ફેકટરી કસ્ટમ મોટરસાઇકલ) જેવો જ રહેશે. જો, કે ફ્રંટ બ્રેક સસ્પેન્શન અને બ્રેક્સ દેખાવમાં અલગ હશે. 
આ બાઇકને જોતા લાગે છે કે TFC વેરિએન્ટની સરખામણીમાં પ્રોડક્શન મોડલમાં હળવા લોઅર-સ્પેસિફિકેશનવાળી સાઇકલ પાર્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. 
નવી 2020 ટ્રાયમ્ફ રોકેટ 3માં બીજી જનરેશન આપી શકાય છે. તેમાં ફૂલ-કલર TFT ડિસપ્લે આપવામાં આવશે, જે સૌથી પહેલા ટ્રાયમ્ફે સ્ક્રેંબ્લર 1200માં આપવામાં આવ્યું છે.
લિમિટેડ એડિશન TFC રોકેટ 3ના રોજ 1 મેના રોજ રજૂ કરવામાં આવશે. આ એડિશનની અત્યાર સુધી ફક્ત 750 બાઇક્સ જ બનાવામાં આવી છે. આ બાઇકમાં 2500 ccનું પાવરફૂલ એન્જિન મળશે. 
આ બાઇકમાં નવા મોડર્ન ઇલેક્ટ્રોનિક્સ આપવામાં આવ્યા છે જેમકે, ટ્રેક્શન કંટ્રોલ, કોર્નરિંગ ABS,અલગ રાઇડિંગ મોડ્સ અને એક સ્ટાન્ડર્ડ ક્વિકશિફ્ટર્સ સામેલ છે. બીજા ફીચર્સમાં હીટેડ ગ્રિપ્સ, ફૂલ- LED લાઇટિંગ અને સ્ટાન્ડર્ડ ક્રૂઝ કંટ્રોલ પણ જોવા મળશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી