Home » Automobile » Toyota upgraded three models with new features

Toyotaના ત્રણ મોડલ્સમાં મળશે પહેલા કરતા વધારે ફીચર્સ, કિંમતમાં પણ થશે વધારો

Divyabhaskar.com | Updated - Sep 08, 2018, 02:20 PM

Toyotaના ત્રણ મોડલ્સમાં મળશે પહેલા કરતા વધારે ફીચર્સ, કિંમતમાં પણ થશે વધારો

  • Toyota upgraded three models with new features

    ઓટો ડેસ્કઃ Toyota Kirloskar Motorએ પોતાની સૌથી લોકપ્રિય કાર ફોર્ચ્યુનર એસયુવી અને ઇનોવા ક્રિસ્ટા એમપીવી મોડલ્સ માટે નવા ફીચર્સની જાહેરાત કરી છે. હવે તમને ટોયોટા ફોર્ચ્યુનર, ઇનોવા ક્રિસ્ટા અને ઇનોવા ક્રિસ્ટા ટૂરિંગ સ્પોર્ટને નવા ફીચર્સ સાથે વેચવામાં આવશે, જે દરેક વેરિએન્ટ્સમાં મળશે. જેમાં ઈમરજન્સી બ્રેક સિગ્નલ, રિયર ફોગ લેમ્પ, ફ્રન્ટ એલઇડી ફોગ લેમ્પ, એન્ટી થેફ્ટ એલાર્મ સાથે ગ્લાસ બ્રેક અને અલ્ટ્રાસોનિક સેન્સર સામેલ છે.

    નવા ફીચર્સ સાથે કિંમત પણ વધશે
    નવા સ્ટાન્ડર્ડ ફીચર્સ સામેલ કરવાની સાથે કાર્સની કિંમતમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ઇનોવા ક્રિસ્ટાની કિંમતમાં 30 હજાર, જ્યારે ટૂરિંગ સ્પોર્ટમાં 44 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ફોર્ચ્યુનરની કિંમતમાં 58 હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

    ફીચર્સ અંગે
    ટોયોટા ઇનોવા ક્રિસ્ટા જીએક્સ વેરિએન્ટમાં હવે ટચ સ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ, સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો કન્ટ્રોલ, પાચર ફોલ્ડિંગ વિંગ મિરર સાથે પડ્ડલ લેમ્પ મળશે. ઉપરાંત સ્પીડ અને ઇમ્પેક્ટ સેન્સટિવ ડોર લોક અને અનલોક ફીચર પણ મળશે. ટોયોટા ફોર્ચ્યુનરન અપગ્રેડ કરવામાં આવી છે, જેમાં હવે પેસેન્જર સાઇડ પાવર્ડ સીટ અને ઇલેક્ટ્રોક્રોમેટિક ઇનસાઇડ રિયર વ્યૂ મિરર(RVM) મળશે.

    ટેક્નિકલ સ્પેસિફિકેશન કોઇ ફેરફાર નથી
    આ ત્રણેય મોડલ્સના ફીચર્સને અપગ્રેડ કરવામાં આવ્યા છે. જોકે તેના એન્જિન સ્પેસિફિકેશનમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેમાં 2.7 લિટર પેટ્રોલ એન્જિન છે, જે 164 બીએચપી પાવર અને 245 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. ઉપરાંત ઇનોવવા ક્રિસ્ટા અને ફોર્ચ્યુનર બન્નેમાં 2.8 લિટર ચાર સિલિન્ડર ટર્બો ડીઝલ એન્જિન છે, જે 148 બીએચપી પાવર અને 175 બીએચપી પાવર બન્ને રેન્જમાં ઉપલબ્ધ છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Automobile

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ