• Home
  • Automobile
  • Toyota Motors Memorable March offer, Gives up to 1.2 lakh disc on car

ડિસ્કાઉન્ટ / ટોયોટા મોટર્સની 'મેમોરેબલ માર્ચ' ઓફર, કાર પર 1.2 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપે છે

Divyabhaskar.com

Mar 14, 2019, 03:59 PM IST
Toyota Motors Memorable March offer, Gives up to 1.2 lakh disc on car
X
Toyota Motors Memorable March offer, Gives up to 1.2 lakh disc on car

  • માર્ચ મહિના દરમિયાન કંપનીએ આ ઓફર લોન્ચ કરી છે
  • આ ઓફર 31 માર્ચ સુધી ચાલશે
  • ઈનોવા ક્રિસ્ટામાં 55,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે

ઓટો ડેસ્ક. ટોયોટા કિર્લોસ્કર મોટર્સે આ માર્ચ મહિના દરમિયાન એક સેલ શરૂ કર્યો છે. જેમાં 1.2 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ટોયોટાએ આ ઓફર કેટલાક પસંદગીના મોડલ ઉપર જ નક્કી કર્યું છે. અને નવા ગ્રાહકો આ ઓફરનો લાભ 31 માર્ચ સુધી લઈ શકે છે. ઓફરની સાથે કંપની કેટલાંક વધારાના બેનિફિટ પણ આપી રહી છે. સરકારી અને કોર્પોરેટ સેક્ટરનાં કર્મચારીઓને ધ્યાનમાં રાખીને તેમના માટે ખાસ ઓફર કરવામાં આવી રહી છે. આ ગ્રાહકોને ટોયોટા યારિસ કેન્ટિન સ્ટોર વિભાગ અને ટોયોટા ઈનોવા ક્રિસ્ટા જી સરકારી ઈ માર્કેટ પ્લેસથી પણ ઉપલબ્ધ થશે. 

ગ્રાહકો પ્રત્યે લાગણી વ્યક્ત કરવાનો અવસરઃ ડે.એમડી

1.મેમોરેબલ માર્ચ પેક અંગે ટોયોટા મોટર્સના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર એન.રાજાએ જમાવ્યું કે, ટોયોટા એક બ્રાન્ડના રૂપમાં સંપૂર્ણપણે ગ્રાહકો સુધી કેન્દ્રિત છે. અમે ગ્રાહકોને સાંભળીએ છીએ અને તેમની જરૂરિયાતોને પણ સમજીએ છીએ. મેમોરેબર માર્ચ કેમ્પેનમાં ગ્રાહકો પ્રત્યે લાગણી વ્યક્ત કરવાનો આ અમારો પ્રયત્ન છે. જેમણે ટોયોટા પ્રત્યે ભરોસો વ્યક્ત કર્યો છે તે તમામ ગ્રાહકોના અમે ઋણી છીએ. અમારું કર્તવ્ય બને છે કે, તમામ ગ્રાહકોને ઉચ્ચ કક્ષાની સુવિધા, પર્ફોર્મન્સ, કમ્ફર્ટ સહિતની સંતોષકારક સુવિધાઓ મળી રહે જે ઓછી કિંમતમાં પણ સારી ગુણવત્તા પુરી પાડે છે.
2.ટોયોટા તેની ઘણી બધી કાર ઉપર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. યેમાં યારિસ, કોરોલા અલ્ટિસ, ફોર્ચ્યૂનર, ઈનોવા ક્રિસ્ટા, ઈડિઓસ અને લિવા જેવી કાર સામેલ છે. ટોયોટા યારિસ ઉપર કોઈ ડિસ્કાઉન્ટ આપવામાં નથી આવ્યું પરંતુ કંપનીએ તેની કાર 20/20 ઓફરમાં રાખી છે. જેમાં ગ્રાહકને ડાઉનપેમેન્ટમાં 20 હજાર રૂપિયાની છૂટછાટ આપવામાં આવી રહી છે. જ્યારે બાકીના 20 હજાર રૂપિયા હપ્તેથી આપી શકાય.
3.કોરોલા અલ્ટિસમાં સૌથી વધુ 1.2 લાખ રૂપિયાનો બેનિફિટ આપવામાં આવી રહ્યો છે. તો ઈનોવા ક્રિસ્ટામાં 55,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ટોયોટાએ ફોર્ચ્યુનર ઉપર 40,000 રૂપિયા, એટિઅસ સેડાન પર 48,000 રૂપિયા અને લિવા હેચબેક ઉપર 28,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
COMMENT

Next Stories

    કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

    • પાર્ટી
    • 2019
    • 2014
    336
    60
    147
    • Total
    • 0/543
    • 543
    કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

    ભાગ લેવા બદલ ધન્યવાદ

    Total count should be

    543
    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી