તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • સ્પોર્ટી લુક ધરાવે છે નવી ટોયોટા કોરોલા હેચબેક । Toyota Launched Corolla Sport Hatchback In Japan,

ટોયોટાએ લોન્ચ કરી કોરોલા સ્પોર્ટ હેચબેક, માત્ર જાપાન જ કરાશે વેચાણ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ જાણીતી કાર નિર્માતા કંપની ટોયોટા મોટરે નવી કોરોલા સ્પોર્ટને જાપાનમાં લોન્ચ કરી છે. તેમજ ટોયોટા આ જ વર્ષે ઓગસ્ટમાં ઇન્ટેલિજન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશન કોરોલાના પણ લોન્ચ કરવાની છે. સ્પોર્ટી વર્ઝનની કોરોલામાં રાઇટ હેન્ડ ડ્રાઇવ સિસ્ટમ આપવામાં આવી છે. નોંધનીય છેકે આ વર્ષે યોજાયેલા ન્યૂ યોર્ક મોટર શોમાં ટોયોટાએ કોરોલા હેચબેકને શોકેસ કરી હતી. માહિતી પ્રમાણે નવી કોરોલા સ્પોર્ટને માત્ર જાપાન માર્કેટમાં જ વેચવામાં આવશે. 

 

કોરોલા સ્પોર્ટમાં આપવામાં આવ્યા છે બે એન્જિન ઓપ્શન
ટોયોટાએ કોરોલા સ્પોર્ટમાં બે એન્જિન ઓપ્શન આપ્યા છે. 1.8 લિટર હાઇબ્રિડ એન્જિન 96 બીએચપી પાવર અને 142 એનએમ ટોર્ક પેટ્રોલ એન્જિનમાંથી જનરેટ કરે છે. જ્યારે આ એન્જિનની ઇલેક્ટ્રિક મોટર વધારાના 71 બીએચપી અને 163 એનએમ ટોર્કને જનરેટ કરી શકે છે. જ્યારે બીજું 1.2 લિટર ડિરેક્ટ ઇન્જેક્શન ટર્બો એન્જિન 113 બીએચપી પાવર અને 185 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે. બન્ને એન્જિનમાં 10 સ્પીડ સ્પોર્ટ સિક્વન્ટિયલ શિફ્ટેમેટિક ગિયરબોક્સ આપવામાં આવ્યું છે.

 

ટીએનજીએ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે કાર
નવી ટોયોટા કોરોલા સ્પોર્ટને કંપનીના ટીએનજીએ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી છે. જે લો સેન્ટર ગ્રેવિટી સાથે એથ્લેટિક અને બોર્ડ સિલુએટ આપે છે. વાઇડ ટાયર્સ અને એક્સ્પાન્ડેડ ટ્રેડના કારણે રસ્તા પર કારે એગ્રેસિવ સ્ટેન્સ આપે છે. કોરોલા સ્પોર્ટમાં નવું સિમ્બોલિક ફ્રન્ટ એમ્બેલમ આપવામાં આવી છે. જેમાં કોરોલાના Cનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ફ્રન્ટમાં કારને એરોડાયનેમિક સ્ટાઇલ આપવામાં આવી છે. કારમાં લો હૂડ અને શાર્પ લુકિંગ હેડલાઇટ્સ આપવામાં આવી છે. તેમજ રિયરમાં ડાયનેમિક શેપ અને સ્ટાઇલ આપવામાં આવ્યો છે.

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો માત્ર બહારથી જ નહીં અંદરથી પણ સ્પોર્ટી લાગે છે કાર

 

આ પણ વાંચોઃ ઇનોવા જેવી જ નવી કાર લોન્ચ કરી શકે છે ટોયોટા, Alphardમાં હશે વૈભવી ફીચર્સ