• Gujarati News
  • Utility
  • Automobile
  • ઇનોવાને પછડવા ભારત આવી રહી છે આ સ્ટાઇલિશ કાર । Toyota Innova Crysta Rival Kia Grand Carnival Spotted In India

ઇનોવાને પછડવા ભારત આવી રહી છે આ સ્ટાઇલિશ કાર, જાણો ક્યારે થશે લોન્ચ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ જાણીતી સાઉથ કોરિયન કારમેકર કિયા મોટર્સે ફેબ્રુઆરીમાં યોજાયેલા ઓટો એક્સપો 2018માં ગ્રાન્ટ એન્ટ્રી મારી હતી. હ્યુન્ડાઇ મોટર્સની સબ બ્રાન્ડે આ ઓટો શોમાં 16 ઇન્ટરનેશનલ મોડલ રજૂ કર્યા હતા. આ કંપની આવતા વર્ષે એટલે કે 2019માં ભારતમાં પોતાની કાર્સનું વેચાણ શરૂ કરવાની છે. આ   બધાની વચ્ચે કિયા મોટર્સ દ્વારા ભારતમાં પોતાની ગ્રાન્ડ કાર્નિવલ એમપીવીનું ઓનરોડ ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હોવાની તસવીરો બહાર આવી છે. આ કાર અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે કિયાની આ એમપીવી ઇનોવા ક્રિસ્ટાને સીધી ટક્કર આપશે. 

 

ઇનોવા કરતા મોટી હશે આ કાર


- કિયા એમપીવી ઇનોવા ક્રિસ્ટા કરતા મોટી હશે. આ કારની લંબાઇ 5115mm હશે.
- પહોળાઇ 1985mm, ઉંચાઇ 1755mm હશે. 
- ગ્રાન્ડ કાર્નિવલમાં 7, 8 અને 11 સીટ ફોર્મેટ આપવામાં આવી શકે છે જે હાલ ગ્લોબલી વેચાઇ રહ્યું છે.
- કિયામાં સિગ્નેચર ટાઇગર નોઝ ગ્રીલ, ક્લેમશેલ બોનેટ, બિગર ટાયર્સ, હ્યુન્ડાઇ ક્રેટા જેવી ટેઇલ લેમ્પ્સ અને ક્રોમ જોવા મળશે. 

 

આવું હશે એન્જિન


-કિયા ગ્રાન્ડ કાર્નિવલમાં 2.2 લિટર 4 સિલિન્ડર ટર્બોચાર્જ્ડ ડીઝલ એન્જિન આપવામાં આવશે.
- આ એન્જિન 3800 આરપીએમમાં 199 બીએચપી પાવર અને 1750-2750 આરપીએમમાં 441 એનએમ ટોર્ક જનરેટ કરી શકશે.
- આ કારમાં 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશન આપવામાં આવશે.
- ઉપરાંત આ એમપીવીમાં 3.3 લિટર પેટ્રોલ એન્જિન ઓપ્શન પણ આપવામાં આવી શકે છે.


આગળની સ્લાઇડ્સમાં વાંચો આવા હશે ફીચર્સ