બલેનોને ટક્કર આપશે ટાટાની આ નવી કાર, છે સ્પોર્ટી લૂક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ભારતની સૌથી મોટી વાહન નિર્માતા કંપની ટાટા મોટર્સે પોતાની હેચબેક કાર ટિયાગોને 2 વર્ષ પહેલા ભારતીય બજારમાં ઉતારી હતી. જ્યારથી આ કારને લોન્ચ કરવામાં આવી હતી, ત્યારથી તે ધૂમ મચાવી રહી છે. હવે એવા સમાચાર આવી રહ્યાં છે કે કંપની એક નવી ટિયાગો પર કામ કરી રહી છે. ટાટા મોટર્સ પોતાની આ નવી ટિયાગોને જેટીપીના રૂપમાં લોન્ચ કરશે. આ કાર પહેલાં કરતા વધારે સ્પોર્ટી અને પાવરફુલ હશે. ટાટા મોટર્સ દ્વારા હાલ આ કારનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. તેની તસવીરો પરથી આ કાર પહેલા કરતા પણ વધારે શાનદાર હોય તેવું જણાવી રહી છે. આ કારની સીધી લડાઇ મારુતિની બલેનો આરએસ સાથે થશે. 

 

થોડાક દિવસ પહેલાં જ ટાટા મોટર્સે ભારતીય રસ્તાઓ પર આ કારનું ટેસ્ટિંગ કર્યું હતું. જોકે ટેસ્ટિંગ વખતે કારને સ્ટિકર્સથી ઢાંકી દેવામાં આવી હતી. તેમ છતાં તેનો સ્પોર્ટી લૂક જોવા મળી રહ્યો હતો. નોંધનીય છે કે ટાટા મોટર્સે આ જ વર્ષે યોજાયેલા ઓટો એક્સપો 2018માં આ કારને શોકેસ કરી હતી. આ કાર સાથે જ ટાટાએ ટિગોર જેટીપીને પણ શોકેસ કરી હતી. માનવામાં આવી રહ્યું છે કે ટાટા મોટર્સ ટૂંક સમયમાં આ બન્ને કાર્સને ભારતમાં લોન્ચ કરી શકે છે.

 

જાણો કેવી હશે ટાટાની આ કાર


- આ કાર દેખાવે ટિયાગોના સ્ટાન્ડર્ડ વર્ઝન જેવી જ દેખાય છે, પરંતુ કંપનીએ તેમા ઘણા ફેરફાર કર્યા છે.
- ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવેલા મોડલમાં મોટા એર ઇન્ટેક આપવામાં આવ્યા હતા.
- જેનાથી જાણી શકાય છે કે આ રેસિંગ કાર જેવી હશે.
- ગ્રીલ પર ટાટાના લોગોની સાથે જેટીપી સ્ટીકર આપવામાં આવ્યું છે.
- કારમાં સ્પોર્ટી પ્રિન્ટ બમ્પર આપવામાં આવ્યું છે.
- બ્લેક ફિનિશવાળા સેન્ટ્રલ એરડેમ સાથે ગોળ ફોગલેમ્પ્સ આપવામાં આવ્યા છે.
- કારની હેડલાઇટ્સમાં પણ બ્લેક ફિનિશિંગ આપવામાં આવ્યું છે.
- કારમાં એલોય વ્હીલ કંપની આપી શકે છે.
- ઉપરાંત બ્લેક રિયર સ્પોઇલર, સ્પોર્ટી રિયર બમ્પર, રિયર ડિફ્યૂજર અને ડ્યૂઅલ ક્રોમ ટિપ એક્ઝોસ્ટ આપવામાં આવશે.

 

આગળની સ્લાઇડ્સમાં વાંચો આવું હશે એન્જિન