જેટલી સ્ટાઇલિશ છે તેટલી જ અંદરથી સુંદર છે Suzukiની આ કાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ સુઝુકી જાપાનની જાણીતી કાર નિર્માતા કંપની છે અને ભારતમાં મારુતિ સાથે મળીને આ કંપની દ્વારા કાર્સનું સેલિંગ કરવામાં આવે છે. ભારતમાં મારુતિ સુઝુકીની કાર્સ સૌથી વધારે પસંદ કરવામાં આવે છે, જેના કારણે આ કંપની ટોચ પર છે. જાપાનમાં સુઝુકીના ઘણા મોડલ વેચવામાં આવે છે, પરંતુ તેમાના અનેક મોડલ એવા છે જેને હજુ સુધી ભારતમાં લોન્ચ કરવામાં આવ્યા નથી. આવી જ એક સુઝુકી XBee છે. આ કારને ગયા વર્ષે ડિસેમ્બરમાં જાપાનમાં લોન્ચ કરવામાં આવી હતી. આ કાર બહારથી જેટલી સ્ટાઇલિશ લાગે છે, તેટલી જ તે અંદરથી સુંદર છે.  

 

1.0-litre બૂસ્ટરજેટ એન્જિન


- આ કોમ્પેક્ટ ક્રોસ-ઓવરમાં 1.0-litreનું બૂસ્ટર જેટ ડાયરેક્ટ ઇંજેક્ટેડ ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે.
- આ 6 સ્પીડ ગીયરબોક્સ સાથે આવે છે. આ કારની એવરેજ 22 કિ.મી. પ્રતિ લિટર છે.
- લૂકમાં ભલે આ કાર મોટી લાગતી હોય પરંતુ તેની ઉંચાઇ 5 ફૂટ કરતા પણ ઓછી છે.
- આ કાર ડ્યૂલ કલર કોમ્બિનેશનમાં આવે છે. જેમાં બ્લેકનો ઉપયોગ વધુ માત્રામાં કરવામાં આવ્યો છે.
- તેના ફ્રન્ટમાં ગોલ હેડ લેમ્પ અને ડ્યૂઅલ ગ્રીલ આપવામાં આવી છે. કારમાં એલોય વ્હીલ આપવામાં આવ્યા છે.
- આ કાર ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન સાથે આવે છે.
- કારમાં 5 લોકો બેસી શકે છે. તેનું ડેશબોર્ડ કંપની ઘણું જ સ્ટાઇલિશ બનાવ્યું છે. 

 

સ્પોર્ટ્સ અને સ્નો રાઇડિંગ મોડ


-  Suzuki Xbeeમાં સ્પોર્ટ્સ અને સ્નો રાઇડિંગ મોડ આપવામાં આવ્યા છે. સ્નો મોડ જાપાનના મોડલમાં આવે છે.
- એસીમાં ફુલ ઓટોમોટિક ફીચર્સ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત એક નાની એલઇડી પણ આપવામાં આવ્યું છે.
- કારમાં 8 ઇંચની ટચસ્ક્રીનવાળી ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે.
- ડેશબોર્ડમાં ટોપ સ્પીકર આપવામાં આવ્યું છે. જેમાં પુશ સ્ટાર્ટ બટન આપ્યું છે.
- બેક ડોરમાં બોટલ સ્પેસ આપવામાં આવી છે. ફ્રન્ટ સીટની પાછળ પણ કપ સ્પેસ આપવામાં આવી છે.
- જાપાનમાં આ કારની કિંમત 10થી 12.50 લાખ રૂપિયા સુધી છે. 


 કારની અન્ય તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...