• Gujarati News
  • Utility
  • Automobile
  • 9 તો ક્યારેક 6 સીટર બની જાય છે આ સ્ટાઇલિશ કાર, બેક પેસેન્જર્સ માટે LED TV । This Is Hyundai New 9 Seater Car H1 With Seat Adjustment Technology

9 તો ક્યારેક 6 સીટર બની જાય છે આ સ્ટાઇલિશ કાર, બેક પેસેન્જર્સ માટે LED TV

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ સાઉથ કોરિયાની કંપની હ્યુન્ડાઇ ઇન્ડિયાની મોસ્ટ સેલિંગ કારમાં સામેલ છે. હ્યુન્ડાઇના ભારતીય માર્કેટમાં i10, i20, Verna, Tucson, Creta, Xcent જેવી કાર્સ ઘણી લોકપ્રીય છે. જોકે, એક કાર એવી પણ છે જેને કંપનીએ હજુ સુધી ભારતમાં લોન્ચ કરી નથી. આ કારનું નામ H-1 છે. આ કંપનીની એવી કાર છે, જેમાં 9 લોકો મુસાફરી કરી શકે છે. 

 

એડ્જેસ્ટેબલ અને કન્વર્ટેબલ સીટ


-  Hyundai H-1માં કંપનીની ફ્રન્ટ સીટને છોડીને તમામને એડ્જેસ્ટેબલ અને કન્વર્ટેબેલ બનાવવામાં આવી છે. એટલે કે તમે ઇચ્છો ત્યારે તેને આગળ-પાછળ કરી શકો છો અને હટાવી શકો છો.
- આ સીટની ખાસ વાત એ છે કે 9 સીટરથી 8 અથવા 7 સીટરમાં પણ કન્વર્ટ કરી શકાય છે. આ માટે સીટમાં એ સ્થળે ફોલ્ડ કરી શકાય છે.
- સીટ એ પ્રકારે ફોલ્ડ થઇ જાય છે તે તેમને એ વાતની ખબર પણ પડતી નથી. એટલું જ નહીં, જે સીટ ફોલ્ડ થાય છે તે યુટિલિટી સીટ બની જાય છે. 

 

2.5 લિટરનું પાવરફુલ એન્જિન


- આ કારમાં 2.5 લિટરનું પાવરફુલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 170 પીએસ પાવર અને 441 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે.
- તેમાં રિવર્સ પાર્કિંગ સેન્સર સાથે કંટ્રોલિંગ માટે ડિસ્ક બ્રેકનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ ડ્રાઇવર સીટ સાથે ફ્રન્ટ સીટમાં એરબેગ્સ આપવામાં આવ્યા છે.
- બેક સીટ માટે રિયર એસી પણ આપવામાં આવ્યું છે, જેને કંટ્રોલ પણ કરી શકાય છે. આ એસી પાછળની સીટ માટે પણ છે.
- કારમાં ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. એક મોટી સ્ક્રીન કારની રૂફ પર પાછળની તરફ લગાવવામાં આવી છે, જેમાં પાછળની તરફ બેસેલા પેસેન્જર્સ વીડિયો પણ જોઇ શકે છે. 
- આ કાર એએમટી સાથે આવે છે. તેમજ સેંટ્રલ લોકિંગ, પાવર વિન્ડો જેવા બીજા ફીચર્સ પણ આપવામાં આવ્યા છે.
- સાઉથ કોરિયામાં તેને 7 વેરિએન્ટ સાથે લોન્ચ કરવામાં આવ્યા છે. જેની કિંમત 20 લાખ રૂપિયાથી શરૂ થાય છે.