• Home
  • Automobile
  • This electric scooter will run 110km at the cost of only 10 rupees

ઇકોનોમી / માત્ર 10 રૂપિયામાં 110km ચાલશે આ ઇલેક્ટ્રિક સ્કૂટર

divyabhaskar.com | Updated - Mar 12, 2019, 04:45 PM
This electric scooter will run 110km at the cost of only 10 rupees
X
This electric scooter will run 110km at the cost of only 10 rupees

  • 2થી 4 કલાકમાં જ થઇ જાય છે ફુલ ચાર્જ઼ ડ્યુઅલ બેટરીવાળું ઇ-સ્કૂટર
  • Xero Trend E કંપનીના Xero + નું એડવાન્સ વર્ઝન,જેની કિંમત રૂ.47 હજાર 

ઓટો ડેસ્ક. ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવતી ભારતીય કંપની અવાન મોટર્સે નવું Xero Trend E સ્કૂટર લોન્ચ કર્યું છે. લિથિયમ આયન બેટરીવાળા આ સ્કૂટરની ટોપ સ્પીડ 45km/h છે. કંપનીએ હજુ સુધી તેની કિંમતનો ખુલાસો નથી કર્યો. Xero Trend E કંપનીના Xero + નું એડવાન્સ વર્ઝન છે. જેની કિંમત 47 હજાર રૂપિયા છે.

સિંગલ ચાર્જ પર 110 કિમી દોડશે

1.Avan Xero Trend E ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ડ્યુઅલ લિથિયમ-આયન બેટરી સાથે 600 વૉટની ઇલેક્ટ્રિક મોટર લગાવેલી છે. આ બેટરી 2થી 4 કલાકમાં ફુલ ચાર્જ થઇ જાય છે. સિંગલ બેટરીની રેન્જ 60 કિમી છે, વળી બંને બેટરીની મદદથી સ્કૂટર 110km સુધી ચાલે છે. આ બેટરીઓ રિમૂવેબલ છે. જેને સ્કૂટરમાંથી કાઢીને ચાર્જ કરી શકાય છે.
ટોપ સ્પીડ અને અન્ય ફીચર્સ
2.આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોપ સ્પીડ 45kmph છે. તેમાં ડિજિટલ સ્પીડોમીટર આપેલું છે. સ્કૂટરની મેક્સિમમ કેપેસિટી 150kg છે. તેમાં સ્ટાન્ડર્ડ એલોય વ્હીલ આપવામાં આવ્યા છે. ફ્રન્ટમાં ડિસ્ક અને રિઅરમાં ડ્રમ બ્રેક છે. સ્કૂટરમાં હાઇડ્રોલિક ટેલિસ્કોપિક ફ્રન્ટ સસ્પેન્શન અને સ્પ્રિંગ રિઅર સસ્પેન્શન આપેલા છે.
પેટ્રોલ સ્કૂટર કરતાં 90 ટકા ઓછો ખર્ચ
3.અવાન મોટર્સનું કહેવું છે કે, આ સ્કૂટરને ચલાવવાનો ખર્ચ પેટ્રોલ સ્કૂટરની સરખામણીમાં માત્ર 10 ટકા છે. અર્થાત્ જો પેટ્રોલ સ્કૂટર પર 100 રૂપિયા ખર્ચ થતા હશે તો આ ઇ-સ્કૂટર પર 10 રૂપિયાની વીજળી ખર્ચ થશે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App