ઓટો ડેસ્કઃ ભારતીય વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણ(આઇઆરડીઆઇ)એ વીમા કંપનીઓને લાંબી અવધિના થર્ડ પાર્ટી મોટર વીમા પ્રોજેક્ટ તૈયાર કરવા કહ્યું છે. જેનાથી વધુમાં વધુ વાહનોને કવર કરી શકાય. વીમા નિયામકે સાધારણ વીમા કંપનીઓને મોકલેલા નોટિફિકેશનમાં કહ્યું છે કે ટૂ વ્હીલર માટે થર્ડ પાર્ટી મોટર વીમા પોલિસી 5 વર્ષ માટે અને ફોર વ્હીલ વાહનો માટે પોલિસી 4 વર્ષ માટે હોવો જોઇએ. મોટર વ્હીકલ એક્ટ હેઠળ ટૂ વ્હીલર અથવા ફોર વ્હીલર દરેક વ્હીકલનો થર્ડ પાર્ટી મોટર વીમા કવર લેવું જરૂરી છે.
દર વર્ષે નહીં કરાવવું પડે રિન્યુઅલ
જો વીમા કંપનીઓ ટૂ વ્હીલર અને ફોર વ્હીલર વાહલનો માટે 5 અને 4 વર્ષની પોલિસી લાવે છે તો ઓનરને થર્ડ પાર્ટી મોટર વીમા પોલિસીને દર વર્ષે રિન્યૂઅલ કરાવવું નહીં પડે. એકવાર પોલિસી લીધા બાદ આ પોલિસી 5 અથવા 4 વર્ષ માટે હશે. હાલના સમયમાં થર્ડ પાર્ટી મોટર વીમા પોલિસી એક વર્ષ માટે હતી. ત્યારબાદ વ્હીકલના ઓનરને પોલિસી રિન્યુઅલ કરવાની હોય છે. જોકે મોટી માત્રામાં લોકો પોલિસી રિન્યુઅલ કરાવતા નથી અને વીમા કવર વગર વાહન ચલાવે છે.
લાંબા સમય માટે મોટર વીમા પોલિસીને વેચવી નથી સરળ
સાધારણ વીમા કંપનીઓના સંગઠન જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલના સેક્રેટરી જનરલ એમ ચંદ્રશેખરને જણાવ્યું છે કે વીમા નિયામકે લાંબા સમય માટે મોટર વીમા પોલિસી પ્રોડક્ટ તૈયાર કરવાના સૂચન આપ્યા છે. પરંતુ તેમાં અનેક પડકારો છે. નવી ગાડીઓ માટે વીમા કંપનીઓ ડીલરને કહીં શકે છે કે તે 4 વર્ષ માટે વીમા પોલિસી આપે, પરંતુ જૂની ગાડીના માલિક શું 4 વર્ષ માટે થર્ડ પાર્ટી મોટર વીમા પોલિસી ખરીદશે ખરા.
વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.