તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

299ની આ ડિવાઇસથી તમારી કારને રાખી શકો છો Safe, ચોર ડોર લોક તોડ્યા પછી પણ કારની નહીં કરી શકે ચોરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ કાર નવી હોય કે જૂની, વૈભવી હોય કે પછી ઓછી કિંમતની. તેની સિક્યોરિટી દરેક માટે મહત્વ ધરાવે છે. હાલના દિવસોમાં દેશમાં કાર ચોરીના કિસ્સા વધી રહ્યાં છે. થોડાક સમય પહેલાં જ ચંદીગઢ પોલીસે આંકડાઓ રજૂ કર્યા હતા. જે અનુસાર 2017માં ચોરાયેલા 920 વ્હીકલ્સમાંથી માત્ર 207ને જ શોધી શકાયા છે. કારને ચોરી થતી અટકાવવા માટે ગિયરબોક્સ લોક આવે છે. જ્યારે ગિયર પર લોક લગાવવામાં આવે ત્યારે કારને ચલાવી શકાતી નથી. જેના કારણે કાર ચોરી થકી અટકાવી શકાય છે.

 

299 રૂપિયામાં સુરક્ષિત રાખી શકો છો કાર
કારના ગિયર લોકની ઓનલાઇન કિંમત માત્ર 299 રૂપિયાથી શરૂ થાય છે. તેમજ ક્વોલિટીના મામલે તેની કિંમત 3000 રૂપિયા સુધી પહોંચી શકે છે. બજારમાંથી પણ તમે આટલી જ કિંમતમાં ગિયર લોકને ખરીદી શકો છો. 

 

આ રીતે કરે છે કારની સેફ્ટી
આ લોકની આખી કિટ હોય છે, જેને ગિયરબોક્સમાં ફિટ કરવામાં આવે છે. કિટમાં એક હેન્ડલ આપવામા આવે છે, જે ગિયર બોક્સમાં ફસાઇને કિટ સાથે લોક કરી દેવામાં આવે છે. જો કોઇ ચોર તમારી કારનો ગેટ તોડીને અંદર દાખલ થઇ જાય છે અને કાર સ્ટાર્ટ પણ કરી લે છે તો પણ તે ગિયર બદલી શકતો નથી. એટલે કે કારને લઇ જઇ શકતો નથી.