બુલેટ ટ્રેનની ગતિએ દોડે છે આ 5 કાર; 435 Kmph સુધીની છે ટોપ સ્પીડ, બનાવી ચૂકી છે અનેક રેકોર્ડ

સ્પીડના મામલે આ કાર્સની તોલે કોઇ નથી આવતુ, જુઓ લિસ્ટમાં કઇ-કઇ કાર છે

divyabhaskar.com | Updated - Sep 07, 2018, 05:07 PM
these five cars can run faster than bullet train

ઓટો ડેસ્કઃ ભારત તરફથી 18 શિંકનસે બુલેટ ટ્રેન ખરીદવામાં આવનારી છે. તેમજ જાપાન બુલેટ ટ્રેન આપતા પહેલાં સેફ્ટી ટેક્નોલોજી શીખવવા પર ભાર મૂકી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે ભારતને મળનારી બુલેટ ટ્રેનની એવરેજ સ્પીડ 250 કિ.મી. પ્રતિ કલાક અને તેની ટોપ સ્પીડ અંદાજે 320થી 350 કિ.મી. પ્રતિ કલાક હોઇ શકે છે. જે ભારતમાં હાલ સૌથી ઝડપની ટ્રેનની ટોપ સ્પીડ કરતા બેગણી વધારે છે. જોકે આજે અમે ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી તરફથી એવી કાર્સ રજૂ કરવામાં આવી છે, જેની સ્પીડ બુલેટ ટ્રેન કરતા ઘણી વધારે છે.

Hennessey Venom GT
વર્ષ 2010માં લોન્ચ થયેલી Hennessey Venom GTને અમુક એલિટ સુપર કાર્સ માટે લોન્ચ કરવામાં આવી. Hennesseyએ ગયા વર્ષે કેનેડી સ્પેસ સેન્ટરમાં 270.4 mph એટલે કે 434 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ હાંસલ કરી હતી, પરંતુ તે માત્ર એક ડાયરેક્શન માટે. જોકે, Hennessey Venom GTએ ગિનિસ બુક ઓફ વિશ્વ રેકોર્ડ તરફથી વિશ્વની સૌથી ફાસ્ટ કાર તરીકે માન્યતા મળી નથી.

Venom GTમાં પાવર અને વજનનું બેલન્સ છે જેના કારણે Hennesseyને ઓફિશિયલ 13.6 સેકન્ડમાં 300 કિ.મી. પ્રતિ કલાક એક્સલરેશન રેકોર્ડ, 435.2 કિ.મી. પ્રતિ કલાક પ્રોડક્શન કાર સ્પીડ રેકોર્ડ અને 427.4 કિ.મી. પ્રતિ કલાક કન્વર્ટિબલ સ્પીડ રેકોર્ડ હાંસલ કરી.

these five cars can run faster than bullet train

Bugatti Chiron
બુગાટી ચેરોને ફરી એકવાર પોતાની ક્ષમતાનુંમ પ્રદર્શન કર્યું. બુગાટીની નવી કાર માત્ર 41.96 સેકન્ડમાં 400 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. આ કારની ટોપ સ્પીડ 420 કિ.મી. પ્રતિ કલાક નોંધાઇ છે. કંપની અનુસાર 8 લિટર એન્જિન 1500 બીએચપી પાવર જનરેટ કરનારી બુગાટી ચેરોન અત્યારસુધીમાં બનાવવામાં આવેલી હાઇપર કાર્સમાં સૌતી ઇમ્પ્રેસિવ છે. જર્મનીના ટોપ સીક્રેટ ઇહરા-લેસિન ટેસ્ટ ટ્રેકમાં પૂર્વ ફોર્મૂલા વન સ્ટાર જુઆન પાબ્લો મોન્ટોયાએ આ પરફોર્મન્સને ચકાસ્યું હતું. કંપની 500 Chirons બનાવી રહી છે, જેની 300 જેટલી કાર બુક કરી દેવામાં આવી છે. તેની કિંમત 17 કરોડ રૂપિયા કરતા વધારે હશે.

these five cars can run faster than bullet train

SSC Ultimate Aero
Shelby SuperCars (SSC)ની અલ્ટિમેટ એરો નામની કારને વિશ્વની ફાસ્ટેસ્ટ પ્રોડક્શન કારનું બિરુદ મળ્યું છે. વર્ષ 2007માં આ કારે 411.99 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ નોંધાવી અને વેરોનના નોન સુપર સ્પોર્ટ વર્ઝનને પછાડ્યું હતું. આ સ્પીડને હાંસલ કરવા માટે તેમાં 6.3 લિટર ટ્વિન ટર્બોચાર્જ્ડ વી8 સાથે 1287 એચપી એન્જિન છે.

these five cars can run faster than bullet train

Koenigsegg CCR

Lamborghini Aventador
આ ભારતમાં  હાલની સૌથી ઝડપી કાર છે. લેમ્બોર્ગિની એવેંડોરની ટોપ સ્પીડ 350 કિ.મી. પ્રતિ કલાક છે, જે ભારતમાં દોડનારી બુલેટ ટ્રેની ટોપ સ્પીડ બરોબર છે. આ કારમાં 6.5 લિટર વી12 એન્જિન છે, જે 700 પીએસ અને 690 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. જે માત્ર 2.9 સેકન્ડમાં 100 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.

X
these five cars can run faster than bullet train
these five cars can run faster than bullet train
these five cars can run faster than bullet train
these five cars can run faster than bullet train
these five cars can run faster than bullet train
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App