ગમે તેટલી જૂની બાઇક કે સ્કૂટર હશે, વૉશિંગ બાદ કરવું પડશે બસ આ એક કામ અને નવા જેવા ચમકી ઉઠશે

these easy steps to clean your bike, car and scooter

divyabhaskar.com

Sep 07, 2018, 12:42 PM IST

ઓટો ડેસ્કઃ લગભગ તમામ લોકો પાસે સ્કૂટર, બાઇક અથવા કારમાંથી કોઇ એક વ્હીકલ તો હોય જ છે. અનેક ઘરોમાં તો આ સંખ્યા ત્રણ જેટલી હોય છે. સતત ઉપયોગમાં લેવાના કારણે અથવા ઘરની બહાર પાર્ક કરવાના કારણે વાહનો ગંદા થઇ જતાં હોય છે. ધૂળની સાથે તેના પર કાદવ અથવા અન્ય પ્રકારના ડાઘ લાગે છે. અનેકવાર એવા ડાઘ લાગે છે, જે વૉશિંગ કર્યા પછી પણ જતા નથી. અથવા તો પછી વૉશિંગ બાદ પણ વ્હીકલની ચમકતા નથી. તેવામાં આજે અમે અહીં વ્હીકલના વૉશિંગ સાથે જોડાયેલી એવી ટિપ્સ અંગે જણાવી રહ્યાં છીએ જેનાથી તે નવા જેવા ચમકી ઉઠશે.

તમે પણ આવી રીતે વૉશ કરતા હશો તમારું વ્હીકલ
મોટાભાગે લોકો પોતાના વ્હીકલના વૉશિંગ વખતે શેમ્પૂ અથવા સર્ફનો ઉપયોગ કરે છે. શેમ્પૂથી વૉશ કરવામાં આવે તો વાહનમાં થોડીક શાઇનિંગ આવે છે, પરંતુ જ્યારે તેને સર્ફથી ધોવામાં આવે ત્યારે પાણી સૂકાયા પછી થોડીકવારમાં ગાડી પર વ્હાઇટ નિશાન જોવા મળે છે, અથવા તો પછી ભીનું કપડું ફેરવવું પડે છે, પરંતુ ગાડીની ચમકતી નથી. તેવામાં ચમક લાવવા માટે તમારે વૉશિંગ બાદ શાઇન સ્પ્રે અથવા પૉલિશનો ઉપયોગ કરવો પડશે.

આવી રીતે કરો શાઇન સ્પ્રેનો ઉપયોગ
કાર, બાઇક અથવા સ્કૂટરને વૉશ કરતા પહેલાં એક કપડાંથી હળવા હાથે તેને સાફ કરો. આમ કરવાથી તેના પર લાગેલી ધૂળ હટી જાય છે. ત્યારબાદ પાણી નાંખો. જ્યારે આખી બાઇક પર પાણી સારી રીતે રેડાઇ જાય, ત્યારે એક ડોલમાં થોડુંક પાણી લઇને એક શેમ્પૂનું પાઉચ નાખીને મિક્સ કરો. હવે તેને બાઇક પર સારી રીતે લગાવો. બાદમાં તેને પાણીથી સાફ કરો.

હવે કાર, બાઇક અથવા સ્કૂટર સૂકાઇ જાય તેની રાહ જુઓ. બાદમાં તેના પર શાઇન સ્પ્રે અથવા પૉલિશનો ઉપયોગ કરો. આ પ્રકારના સ્પ્રેની કિંમત 100 રૂપિયાથી શરૂ થાય છે. સ્પ્રે લગાવ્યા બાદ તેને સાફ- સૂકા કપડાંથી બધી જગ્યાએ ફેલાવી દો. તમારી બાઇક, કાર અથવા સ્કૂટર ચમકવા લાગશે. એક સ્પ્રેનો તમે 10 વાર ઉપયોગ કરી શકો છો.

X
these easy steps to clean your bike, car and scooter
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી