નવા અવતારમાં ટૂંક સમયમાં લોન્ચ થશે 5 કાર, દિવાળી સુધીમાં મળશે અનેક ઓપ્શન

these 5 cars will launch with new look during festive season

divyabhaskar.com

Sep 01, 2018, 05:36 PM IST

ઓટો ડેસ્કઃ આવનારા મહિનાઓમાં ઓટોમોબાઇલ કંપનીઓ પોતાના હાલના મોડલ્સને નવા અવતારમાં લોન્ચ કરવાની છે. કાર કંપનીઓ મોટાભાગે પોતાની માર્કેટિંગ અને સેલ સ્ટ્રેટજી હેઠળ આવું છે. કાર કંપનીઓ જેમ કે, હ્યુન્ડાઇ, મારુતિ સુઝુકી, હોન્ડા પોતાની હાલની કારના બદલે નવી કારને રજૂ કરશે. આ કાર્સને આવનારા ફેસ્ટિવ સિઝનમાં ભારતમાં લોન્ચ કરવામાં આવી શકે છે. આજે અમે અહીં એવી જ પાંચ કાર્સ અંગે વાત કરી રહ્યાં છીએ.

ઇયોનનું સ્થાન લેશે હ્યુન્ડાઇની નવી સેન્ટ્રો
હ્યુન્ડાઇ મોટર ટૂંક સમયમાં પોતાની નવી સ્મોલ કાર રજૂ કરવાની તૈયારીમાં છે. આ કારને સેન્ટ્રો બ્રાન્ડ નેમપ્લેટ સાથે ઉતારવામાં આવી શકે છે. જોકે કંપની તરફથી તેને લઇને હજુ સુધી કોઇન અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ આ કારનું અનેકવાર ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હ્યુન્ડાઇ મોટર ઇન્ડિયા લિ.ના એમડી એન્ડ સીઇઓ વાઇ કે કૂએ ગયા મંગળવારે કહ્યું કે ડિલર્સ, કસ્ટમર્સ અને માર્કેટ તરફથી સેન્ટ્રો બ્રાન્ડને પરત લાવવાનું દબાણ છે. માનવામાં આવી રહ્યું છે કે આ કારને સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં લોન્ચ કરવામાં આવી શકે છે.

કેવા હશે સ્પેસિફિકેશન
કારના સ્પેસિફિકેશનની વાત કરવામાં આવે તો આ કારમાં 1.0 લિટર, ત્રણ સિલિન્ડરનું એન્જિન આપવામાં આવ્યું છે. જે 66 પીએસ પાવર અને 95 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. હ્યુન્ડાઇએ કન્ફર્મ કર્યું છે કે નવી સ્મોલ કારને ઓટોમેટિક મેન્યુઅલ ટ્રાન્સમિશન(AMT) સાથે લોન્ચ કરવામાં આવશે. જોકે, કંપનીએ ડીઝલ વેરિએન્ટની શક્યતાઓનો ઇન્કાર કર્યો છે.

X
these 5 cars will launch with new look during festive season
these 5 cars will launch with new look during festive season
these 5 cars will launch with new look during festive season
these 5 cars will launch with new look during festive season
these 5 cars will launch with new look during festive season
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી