ઇલેક્ટ્રિક અવતારમાં લોન્ચ થશે તમારી 4 ફેવરિટ કાર, મળશે નવા ફીચર્સ

these 4 cars will launch in electric version in india
these 4 cars will launch in electric version in india
these 4 cars will launch in electric version in india
these 4 cars will launch in electric version in india

divyabhaskar.com

Aug 30, 2018, 04:27 PM IST

ઓટો ડેસ્કઃ ભારત સરકારે પહેલા જ સ્પષ્ટ કરી દીધુ છે કે 2030 સુધીમાં દેશભરમાં ઇલેક્ટ્રિક કાર્સ દોડતી હશે. આ માટે સરકાર તરફથી પોલિસી પણ બનાવવામાં આવી રહી છે. તેમજ ભારતીય કંપનીઓએ પણ તેની શરૂઆત કરી દીધી છે. કેટલીક કંપનીઓ જાહેર પણ કરી દીધું છે કે ટૂંક સમયમાં ઇલેક્ટ્રિક કાર્સને માર્કેટમાં રજૂ કરવામાં આવશે. જેમાં મહિન્દ્રા અને ટાટાનું નામ સૌથી આગળ છે. આ ઉપરાંત રેનો અને મારુતિએ પણ કહ્યું છે કે તેઓ ઇલેક્ટ્રિક કારને લોન્ચ કરશે. કંપનીઓ પોતાના લોકપ્રિય મોડલના ઇલેક્ટ્રિક અવતારનું ટેસ્ટિંગ કરી રહી છે. આજે અમે અહીં તમને એવી કાર્સ અંગે જણાવી રહ્યાં છીએ કે ભારતમાં કઇ-કઇ કાર્સના ઇલેક્ટ્રિક વર્ઝન રજૂ થઇ શકે છે.

ટાટા ટિઆગો
મીડિયા રિપોર્ટ અનુસાર ટાટા મોટર્સ તરફથી ટિઆગોના ઇલેક્ટ્રિક વર્ઝનને આગામી બે મહિનામાં રજૂ કરવામાં આવી શકે છે. તેનાથી એ સંકેત મળી રહ્યાં છે કે કંપનીએ પાવર ટ્રેનને પહેલાથી જ કારમાં લગાવી દીધું છે અને પ્રોડક્શન શરૂ કરવામાં આવશે. આ ઇલેક્ટ્રિક વર્ઝનમાં લિક્વિડ કૂલ્ડ 85kW ઇલેક્ટ્રિક મોટર લગાવવામાં આવ્યું છે. જે 200 એનએમ ટોર્ક ડેવલપ કરી શકે છે અને તેની ટોપ સ્પીડ 135 કિ.મી. પ્રતિ કલાક છે. બીજી ઇલેક્ટ્રિક કાર્સની જેમ જ સિંગલ સ્પીડ ગિયરબોક્સ સાથે છે. આ કાર માત્ર 11 સેકન્ડમાં 100 કિ.મી. પ્રતિ કલાકની સ્પીડ પકડી શકે છે.

X
these 4 cars will launch in electric version in india
these 4 cars will launch in electric version in india
these 4 cars will launch in electric version in india
these 4 cars will launch in electric version in india
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી