ખરાબ રસ્તાઓ પર આરામથી ચલાવી શકાય છે ત્રણ કાર, કિંમત 7થી 8 લાખ રૂપિયા

આ કાર્સમાં ગ્રાઉન્ડ ક્લિયરન્સ 200mm કરતા વધારે હોય છે, આ છે ઓપ્શન

divyabhaskar.com | Updated - Sep 02, 2018, 01:23 AM
these 3 car best for bad highway in under 7 to 8 lakh rupee

ઓટો ડેસ્કઃ ભારતમાં દરેક પ્રદેશમાં સારા રસ્તાઓ મળી શકતા નથી. વરસાદના કારણે પણ મોટાભાગે રસ્તા ખરાબ થઇ જાય છે, ત્યારે આવા રસ્તાઓ પર કાર ચલાવવામાં મુશ્કેલી આવે છે, તેમજ કાર ડેમેજ થવાનો ભય પણ રહે છે. માર્કેટમાં કેટલીક કાર્સ એવી પણ છે, જે ખરાબ રસ્તાઓ પર આરામથી ચલાવી શકાય છે. તેમનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 200mmથી વધારે છે અને કિંમત 7 લાખ રૂપિયાથી 8 લાખ રૂપિયાની વચ્ચે છે. આજે અમે તમને એવી જ ત્રણ કાર અંગે જણાવી રહ્યાં છીએ.

ફોર્ડ ઇકોસ્પોર્ટ
ફોર્ડ ઇકોસ્પોર્ટ કંપનીની બેસ્ટ સેલિંગ કાર છે. આ કારમને હાઇવે અને સિટી બન્ને માટે સારું ઓપ્શન માનવામાં આવે છે. ફોર્ટ ઇકોસ્પોર્ટની નવી જનરેશનને કંપનીએ થોડાક સમય પહેલાં જ ભારતમાં લોન્ચ કરી છે. આ કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 200mm છે અને વ્હીલ 16 ઇંચ પહોળા છે, જે એ સુનિશ્ચિત કરે છે કે ખરાબ અથવા ખરબચડા રસ્તાઓ પર તેને આરામથી ચલાવી શકાય. નવી ઇકોસ્પોર્ટમાં 1497 સીસીનું પાવરફુલ એન્જિન છે.


કિંમત : 7.82 લાખ રૂપિયાથી શરૂ(એક્સશોરૂમ દિલ્હી)
એન્જિન: 1497 સીસી
પાવર: 123 પીએસ
ટોર્ક: 150 એનએમ
એવરેજ: 17 kmpl

these 3 car best for bad highway in under 7 to 8 lakh rupee

ફિયાટ એવેન્ચ્યુરા
ફિયાટ એવેન્ચ્યુરા ઘણી પાવરફુલ ક્રોસઓવર છે. એવેન્ચ્યુરાનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 205mm છે અને તેમાં 16 ઇંચના એલોય વ્હીલ્સ પણ આપવામાં આવ્યા છે. આ કારનો લુક પણ ઘણો સ્ટાઇલિશ છે. સારા ગ્રાઉન્ડ ક્લિયરન્સ અને એડ્વાન્સ સસ્પેન્શનના કારણે કાર ખરાબ રસ્તાઓ પર પણ સરળતાથી ચાલે છે. આ કારમાં 1.4 લિટરનું ટી જેટ એન્જિન આપવામાં આવ્યું છે. સ્પીડની બાબતે પણ આ કાર ઘણી સારી છે. કાર 9.8 સેકન્ડમાં 100 કિ.મી.ની સ્પીડ પકડી શકે છે. 

કિંમત: 7.11 લાખ રૂપિયાથી શરૂઆત(એક્સ શોરૂમ દિલ્હી)
એન્જિન: 1.4 લિટર ટી જેટ
પાવર: 140 બીએચપી
ટોર્ક: 210 એનએમ

these 3 car best for bad highway in under 7 to 8 lakh rupee

રેનો ડસ્ટર
રેનોની પોપ્યુલર કોમ્પેક્ટ એસયુવી ડસ્ટરને દેશના ખરાબ રસ્તાઓ પર પણ આરામથી ચલાવી શકાય છે. આ કારને પેટ્રોલ અને ડીઝલ બન્ને વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. ઉપરાંત કારમાં મેન્યુઅલની સાથે ઓટોમેટિક ટ્રાન્સમિશન પણ આપવામાં આવ્યું છે. કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 210mm છે.


કિંમત: 7.95 લાખ રૂપિયાથી શરૂઆત(એક્સ શોરૂમ દિલ્હી)
એન્જિન: 1.5 H4K પેટ્રોલ અને 1.5 dCi ડીઝલ
પાવર: 106 પીએસ પેટ્રોલ અને 85 પીએસ ડીઝલ

X
these 3 car best for bad highway in under 7 to 8 lakh rupee
these 3 car best for bad highway in under 7 to 8 lakh rupee
these 3 car best for bad highway in under 7 to 8 lakh rupee
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App