• Home
  • Automobile
  • The Hero is likely to launch a new sports bike at the end of the year

વીડિયો લીક / વર્ષના અંતમાં હીરો કંપની નવી સ્પોર્ટ્સ બાઇક લોન્ચ કરે તેવી શક્યતા

divyabhaskar.com | Updated - Apr 10, 2019, 11:10 AM
The Hero is likely to launch a new sports bike at the end of the year
X
The Hero is likely to launch a new sports bike at the end of the year

  • કંપનીએ 2014 ઓટો એક્સ્પોમાં આ સ્પોર્ટ્સ બાઇકનો કોન્સેપ્ટ રજૂ કર્યો હતો
  • હીરોની આ નવી બાઇક બજાજ પલ્સર 200આરએસને ટક્કર આપશે
  • કંપની બાઇકને HX200R અથવા નેક્સ્ટ-જનરેશન હીરો કરિશ્માના નામથી લોન્ચ કરે તેવી શક્યતા

ઓટો ડેસ્ક. Hero MotoCorpની દરેક બાઇક યૂઝર્સ ખૂબ જ પસંદ કરે છે. તાજેતરમાં જ હીરો મોટોક્રોપની અપકમિંગ બાઇકનો વીડિયો લીક થયો છે. વીડિયો જોયા બાદ સ્પષ્ટ થાય છે આ સ્પોર્ટ્સ બાઇક છે. માનવામાં આવે છે કે કંપની બાઇકને HX200R અથવા નેક્સ્ટ-જનરેશન હીરો કરિશ્માના નામથી લોન્ચ કરે તેવી શક્યતા. હીરોની આ નવી બાઇક બજાજ પલ્સર 200આરએસને ટક્કર આપશે. 

બાઇકના ફ્રંટ ફોર્ક્સ પર એબીએસ અને સાઇડ પેનલ પર હીરો કંપનીનો બેજ

1.લીક થયેલા વીડિયોમાં હીરોની નવી બાઇક કંપનીએ HX200R કોનસેપ્ટ બાઇકની જેમ જ દેખાઇ રહી છે. HX200R કોનસેપ્ટની વાત કરીએ તો, 2014 ઓટો એક્સ્પોમાં આ સ્પોર્ટ્સ બાઇકનો કોન્સેપ્ટ રજૂ કર્યો હતો. આ બાઇક વર્ષ 2014માં લોન્ચ થવાની હતી. પરંતુ કોઇને કોઇને કારણો સર લોન્ચ થઇ શકી ન હતી. 
2.જો કે હવે કંપનીએ આ બાઇક તૈયાર કરી છે, તે વીડિયો દ્વારા સ્પષ્ટ થાય છે. વીડિયોમાં બાઇકના ફ્રંટ ફોર્ક્સ પર એબીએસ અને સાઇડ પેનલ પર હીરો કંપનીનો બેજ છે. તે ઉપરાંત આ ફૂલ-ફેયર્ડ બાઇક પર કોઇ પણ પ્રકારનું સ્ટિકર કે બેજ લગાવામાં આવ્યો નથી.
3.નવી મોટરસાઇકલ અલૉય વીલ ડિઝાઇન અને એગ્ઝોસ્ટ પાઇપ હીરો Xtreme 200Rની જેમ છે. તેમાં ફ્લેટ હેન્ડલ આપવામાં આવ્યું છે. તે ઉપરાંત બાઇકમાં આપવામાં આવેલા ડિજીટલ ઇન્સ્ટ્રમેન્ટ કંસોલ, 2018 ઓટો એક્સ્પોમાં રજૂ કરવામાં આવેલી XPulse 200 પ્રોટોટાઇપની જેમ જ છે. આ ડીટેલ્સના કારણે માનવામાં આવે છે કે આ નવી બાઇક હીરોના 200 પ્લેટફોર્મવાળી બાઇક પર આધારિત હશે. 
4.નવી બાઇકના પ્લેટફોર્મને જોતા માનવામાં આવે છે, તેમાં Xtreme 200Rમાં આપવામાં આવ્યું છે, 199.6cc સિંગલ-સિલિન્ડર એન્જીન હશે. આ એન્જીન 18.1 bhpનો પાવર અને 17.1Nm પીક ટોર્ક જનરેટ કરે છે. એન્જીન 5-સ્પીડ ગિયરબોક્સથી સજ્જ છે. 
5.જો કે, નવી બાઇકમાં આ એન્જીન વધારે પાવર સાથે આવી શકે છે. હીરોની આ નવી બાઇક બીએસ6 વર્ઝનમાં લોન્ચ કરી શકાશે. આ વર્ષના અંતમાં કંપની હીરો કરિશ્માને લોન્ચ કરે તેવી શક્યતા છે.
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App