આ છે ટાટા Nexonની રોઝ ગોલ્ડ એડિશન, iPhoneથી પ્રેરિત છે તેનો કલર

Tata Nexon Rose Gold edition inspired from iPhone

divyabhaskar.com

Sep 01, 2018, 07:32 PM IST

ઓટો ડેસ્કઃ ટાટા મોટર્સે ગયા વર્ષે Nexonને લોન્ચ કરી હતી. લોન્ચ થઇ ત્યારથી આ કારનું સેલિંગ શાનદાર રહ્યું છે. કારની સ્ટાઇલ, ડિઝાઇન સહિતની અનેક બાબતો ગ્રાહકોને પોતાની તરફ આકર્ષિત કરી રહી છે. જોકે કોઇમ્બતુર સ્થિત ટાટાના ડીલર્સ દ્વારા પોતાના આ કારના ગ્રાહકો વધુ આપવામાં આવી રહ્યું છે. એસઆરટી મોટર્સ નામના ડીલર્સએ ટાટા Nexonને યુનિક કલર સ્કીમ પેઇન્ટ કર્યો છે, અને આ કારને રોઝ ગોલ્ડ એડિશન કહેવામાં આવી રહી છે. જો તમે એપલ આઇફોનના ચાહક છો તો તમે કારને જોતા જ કહીં દેશો કે કારનો કલર આઇફોન અને આઇપેડથી પ્રેરિત છે.

કલર સ્કીમ સિવય પણ કરવામાં આવ્યા છે ફેરફાર
- આ ડીલર્સ દ્વારા માત્ર કલરમાં જ ફેરફાર કરાયા નથી, પરંતુ કારના લોગોને પણ બદલવામાં આવ્યો છે.
- કારમાં ક્રોમ ટાટા લોગોને બદલીને બ્લેક લોગો મુકવામાં આવ્યો છે. તેમજ કારની ગ્રીલને રોઝ ગોલ્ડથી પેઇન્ટ કરવામાં આવી છે.
- કારના ઇન્ટિરિયરની વાત કરવામાં આવે તો કારમાં બ્રાઉન કલર્ડ સીટ્સ આપવામાં આવી છે.

એન્જિન સ્પેસિફિકેશન
- ટાટા Nexonને તાજેતરમાં જ ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 4 સ્ટાર રેટિંગ મળ્યું છે અને આ કાર પોતાના સેગમેન્ટમાં સેફેસ્ટ એસયુવી બની છે.
- એસયુવીના એન્જિનની વાત કરવામાં આવે તો તેમાં 1.2 લિટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 108 બીએચપી પાવર અને 170 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે.
- ઉપરાંત કારમાં 1.5 લિટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. જે 108 બીએચપી પાવર અને 260 એનએમ ટોર્ક જનરેટ કરી શકે છે.
- કારમાં સિક્સ સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ અને એએમટી ઓપ્શન આપવામાં આવે છે.

X
Tata Nexon Rose Gold edition inspired from iPhone
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી