પહેલીવાર સામે આવી આ લક્ઝરી કારના ઇન્ટિરિયરની તસવીર, આટલી મોટી સ્ક્રીનમાં મળશે ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ

divyabhaskar.com

Nov 26, 2018, 11:42 AM IST
tata new suv Harrier First Look

ઓટો ડેસ્ક: ટાટા મોટર્સ પોતાની પાવરફૂલ SUV હેરિયર(Harrier)ના ઇન્ટિરિયરને લઇને એક ટ્વીટ કર્યું છે. જેમા કારના ઇન્ટિરિયરની તસવીર પણ સામે આવી છે. કારનું ડેશબોર્ડ H5X કોન્સેપ્ટ મોડલ જેવું દેખાઇ રહ્યું છે. તેમા ફ્લોટિન્ગ 8.8 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ છે જે ડેશબોર્ડના સેન્ટરમાં જોવા મળશે. 30 હજાર રૂપિયામાં તેની ઓનલાઇન અને ઓફલાઇન પ્રી-બુકિંગ કરાવી શકાય છે.

ડેશબોર્ડ અને ઇન્ટિરિયરની ખાસ વાતો
કારના ઇન્ટિરિયરને ડુઅલ ટોન ગ્રે એન્ડ બ્રાઉન કલર સ્કીનમાં ડેકોરેટ કરવામાં આવ્યું છે. સેંટર કન્સોલમાં ઘણા ફંક્શનલ બટન આપવામાં આવ્યા છે. 3 સ્પોક સ્ટીયરિંગ વ્હીલ લેધર ફિનિશ સાથે મળશે. સાથે જ, સ્ટીયરિંગમાં ઘણા કંટ્રોલ બટન પણ મળશે. રિપોર્ટ્સ અનુસાર, તેનું ઇન્ફોટેનમેંટ સિસ્ટમ Visteon કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે, જે રેન્જ રોવર વેલારના ઇન્સ્ટુમેંટ ક્લસ્ટરને પણ ડિઝાઇન કરી ચુકી છે. આ સિસ્ટમ મિરર લિંક, એંડ્રોયડ ઓટો અને એપલ કાર પ્લેને સપોર્ટ કરે છે. જ્યારે તેની સ્ક્રીન સેટેલાઇટ નેવીગેશન અને રિયર પાર્કિંગ કેમેરા માટે પણ કામ કરશે.

લોન્ચિંગ ડેટ અને પ્રાઇસ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક ડીલરના ડોક્યુમેંટ્સમાં આ SUVની ઓનરોડ પ્રાઇસ 16 લાખથી 21 લાખ સુધી મેન્શન કરવામાં આવી છે. કાર કેટલા વેરિએંટમાં લોન્ચ થશે તે વિશે કોઇ જાણકારી મળી નથી. કંપની આ SUVને જાન્યુઆરીમાં લોન્ચ કરી શકે છે. જ્યારે, મહિનાના સેકન્ડ હાફમાં તેની ડિલીવરી પણ શરૂ થઇ જશે.

5 અને 7 પેસેન્જર્સવાળી SUV

આ ટાટાની 5 અને 7 પેસેન્જર્સવાળી અત્યારે સુધીની સૌથી સ્ટાઇલિશ અને હાઇટેક SUV હશે. તેના પર કંપનીના સેલ્સ એંડ નેટવર્ક, પેસેન્જર્સ વ્હીકલ ડિવિઝનના વાઇસ પ્રેસિડેન્ટ એસએન બર્મને જણાવ્યું કે, કંપની હેરિયરની બુકિંગ શરૂ કરી ચુકી છે. આ કારને જાન્યુઆરી 2019માં લોન્ચ કરવામાં આવી શકે છે. લોન્ચિંગની સાથે જ તેની ડિલિવરી પણ શરૂ કરી દેવામાં આવશે.

ટાટા હેરિયરનું એન્જિન
- આ SUVમાં Kryotec 2.0 લીટરનું એન્જિન હશે, જે BSVI સ્ટેન્ડર્ડને ફોલો કરશે.
- તેમા ટાટા 4-સિલેંડરવાળુ નવું ડીઝલ એન્જિન આપી રહી છે.
- 5 સીટરવાળા મોડલનું એન્જિન 140bhp અને 7 સીટરવાળા મોડલનું એન્જિન 170bhp જનરેટ કરશે.
- આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશન સાથે આવશે.

X
tata new suv Harrier First Look
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી