તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Utility
  • Automobile
  • ટાટા નેનો જેવી દેખાય છે Jayem Neo EV, આ જ વર્ષે કરાશે લોન્ચ । Tata Nanos Electric Version Jayem Neo Spotted In India

હવે ઇલેક્ટ્રિક અવતારમાં જોવા મળશે ટાટા નેનો, સિંગલ ચાર્જમાં 140 કિ.મી.ની છે રેન્જ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓટો ડેસ્કઃ ટાટા નેનો જેવી જ દેખાતી Jayem Neo ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થવાની છે. આ એક ઇલેક્ટ્રિક કાર છે, જેના માટે ટાટા મોટર્સ અને જયેમ ઓટોમોટિવ કંપની વચ્ચે કરાર થયો છે. ટેસ્ટિંગ દરમિયાન આ કાર સ્પોટ થઇ હતી. કેબ કંપની ઓલા તેને પોતાની ફ્લીટમાં સામેલ પણ કરવાની છે. માર્કેટમાં હાલ ટાટા નેનોનું પેટ્રોલ અને સીએનજી મોડલ વેચાઇ રહ્યું છે.

 

ટાટાના પાર્ટ્સથી થઇ છે તૈયાર


- Jayem Neo ઇલેક્ટ્રિક કાર સંપૂર્ણપણે ટાટા નેનો બેઝ્ડ છે.
- ટાટા મોટર્સ, એન્જિન અને ગિયરબોક્સ છોડીને નેનોની બોડી શેલ્સ જયેમ ઓટોમોટિવને સપ્લાય કરશે.
- જયેમ ઓટોમોટિવ આ કારમાં 48 વોલ્ટની ઇલેક્ટ્રિક સિસ્ટમ લગાવશે, જે 17kw પાવર આપશે.
- કાર પર ક્યાંય પણ ટાટાનો લોગો કે અન્ય કોઇપણ પ્રકારની બ્રાંડિંગ જોવા મળતી નથી.

 

ઓલામાં સામેલ થશે 400 યુનિટ


- પહેલી બેન્ચમાં ઓલા આ કારના 400 યુનિટને પોતાની ફ્લીટમાં સામેલ કરશે. બાદમાં તેની સંખ્યામાં વધારો કરવામાં આવશે.
- છેલ્લા કેટલાક દિવસોથી કારના ફોટો વાઇરલ થઈ રહ્યાં છે. જેમાં ચારે તરફ ઓલાની થીમવાળા સ્ટીકર્સ લગાવેલા છે.
- આ ફોટોને autocarindiaએ લીક કર્યા હતા. જેમાં કારની પાછળ ઓલા ઇલેક્ટ્રિક વ્હીકલ લખેલું જોવા મળે છે.

 

કિંમત, ફીચર્સ અને લોન્ચિંગ ડેટ


- કારમાં ઇલેક્ટ્રિક પાવર સ્ટિયરિંગ, એસી, ફ્રંટ પાવર વિન્ડો, રિમોટ સાથે સેંટ્રોલ લોકિંગ, બ્લૂટૂથ અને AUX ઇન અનેબલ મ્યૂઝિક સિસ્ટમ જેવા ફીચર્સ મળશે.
- મીડિયા અહેવાલ પ્રમાણે આ ઇલેક્ટ્રિક કારની કિંમત અંદાજે 5 લાખ રૂપિયાની આસપાસ હશે.
- તેને સિંગલ ચાર્જ બાદ 140 કિ.મી. સુધી ચલાવી શકાય છે. આ કારને આ જ વર્ષે લોન્ચ કરવામાં આવી શકે છે. 

 

આ પણ વાંચોઃ વેગનઆર હશે મારુતિની પહેલી ઇલેક્ટ્રિક કાર, જાણો ક્યારે થઇ શકે છે લોન્ચ