ટાટા ભારતમાં લોન્ચ કરશે ટાટા ટિયાગો અને ટિગોરનુ ઇલેક્ટ્રિક વર્ઝન

જો સરકારને અપાતું વર્ઝન લોન્ચ કરાશે તો એવરેજ 130 કિ.મી.ની હશે

divyabhaskar.com | Updated - Sep 01, 2018, 11:32 PM
tata may launch tiago and tigor electric in india soon

ઓટો ડેસ્કઃ ટાટા મોટર્સે ખુલાસો કર્યો છે કે તે ઇલેક્ટ્રિક કાર પર કામ કરી રહી છે. ટાટાની પહેલી ઇલેક્ટ્રિક કારને ભારતમાં નવેમ્બર સુધીમાં લોન્ચ થઇ શકે છે. જોકે કંપનીએ હજી એ અંગે કોઇ જાહેરાત કરી નથી કે આ કારનું નામ શું હશે. એવી આશા રાખવામાં આવી રહી છે કે ટાટા ટિગોર ઇલેક્ટ્રિક રૂપમાં કંપનીની પહેલી કાર લોન્ચ થઇ શકે છે. તેની પાછળનું કારણ એ છે કે ટાટા પહેલાથી જ આ ઇલેક્ટ્રિક સિડાન ભારત સરકારને સપ્લાય કર રહી છે. તેનો અર્થ એ છે કે આ કાર રોડ પર દોડવા માટે તૈયાર છે.

130 કિ.મી.ની હશે એવરેજ
ટાટા ટિગોર ઇલેક્ટ્રિક સિડાન સાથે જોડાયેલી ટેક્નિક જાણકારી હજુ જાહેર કરવામાં આવી નથી. ત્યારે જોવાનું એ રહ્યું કે ટાટા મોટર્સ જે કાર સરકારને આપી રહી છે તે જ પબ્લિક માટે સેમ કાર હશે કે નહીં. Tata Tigor Electric સિડાનનું સરકારી વર્ઝન જ પબ્લિકમાં લોન્ચ કરવામાં આવે છે તો આ કાર સિંગલ ચાર્જિંગમાં 130 કિ.મી.નું અંતર કાપી શકે છે. તેની ટોપ સ્પીડ લગભગ 100 કિ.મી. પ્રતિ કલાક હશે. જોકે અમુક સરકારી કર્મચારીઓએ ફરિયાદ કરી છે કે ટિગોર ઇલેક્ટ્રિક કારની રિયલ રેન્જ 100 કિ.મી.ની આસપાસ છે. આ કારની કિંમત 9 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે. આ કિંમત ત્યારે થશે જ્યારે સરકાર ઇલેક્ટ્રિક કાર્સની ખરીદી પર 20 ટકા સબ્સિડી આપવા તૈયાર હોય.

ટિયાગોનું પણ આવી શકે છે ઇલેક્ટ્રિક વર્ઝન
ટિગોર ઇલેક્ટ્રિક ઉપરાંત ટાટા મોટર્સ બજારમાં બીજી કાર લાવી શકે છે અને એ ટિયાગો ઇલેક્ટ્રિક હશે. Tiago EVને 2018માં ઓટો એક્સપો અને યુકેમાં રજૂ કરવામાં આવી છે. ભારતીય બજારમાં ઇલેક્ટ્રિક કાર્સને ધ્યાનમાં રાખીને લોન્ચ કરી શકે છે. તેની કિંમત 8થી 10 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે.

X
tata may launch tiago and tigor electric in india soon
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App