મારુતિ CelerioX સામે ટાટાએ લોન્ચ કરી નવી Tiago NRG, આપશે 27 kmplની એવરેજ

જાણો નવી Tiago NRGની કેટલી છે કિંમત, આવા છે ફીચર્સ

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:47 PM
Tata launched Tiago NRG cross hatchback in india

ઓટો ડેસ્કઃ છેલ્લા ઘણા સમયથી હેચબેક સેગમેન્ટમાં ઓફ રોડ માટે બેસ્ટ ગણાતી કાર્સનો ક્રેઝ વધ્યો છે, જેને ધ્યાનમાં રાખીને ટાટા મોટર્સે પોતાની સફળ હેચબેક ટિયાગોના નવા વર્ઝનને ભારતમાં લોન્ચ કર્યું છે. આ વર્ઝનનું નામ Tiago NRG રાખવામાં આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ કારની સીધી ટક્કર મારુતિની CelerioX સાથે થશે. કારની કિંમત 5.49 લાખથી શરૂ થાય છે. કારનું ડીઝલ વેરિએન્ટ 27 કિ.મી. પ્રતિ લિટરની એવરેજ આપે છે.

કેવા છે કારના ફીચર્સ
કારના ફીચર્સની વાત કરવામાં આવે તો Tiago NRGમાં બ્લેક ક્લેડિંગ બમ્પર્સ, સાઇડ સ્કર્ટ્સ, ગ્લોસ બ્લેક ઓરવીએમ્સ, બ્લેક ક્લેડિંગ ટેલગેટ, ન્યૂ વ્હીલ આર્ક્સ, રિયર બમ્પરમાં રૂફ રેઇલ્સ અને સ્કિડ પ્લેટ, 14 ઇંચ ફોર સ્પોક એલોય્સ, રૂફ માઉન્ટેડ સ્પોઇલર, સ્લાઇટી અપડેટેડ હેડલેમ્પ્સ, ઓરેન્જ ફિનિશ સાથેનું ડેશબોર્ડ, એસી વેન્ટ્સ, સેન્ટ્રલ કોન્સોલ અને ગિયર લિવરમાં ક્રોમ એલિમેન્ટ્સ, 5 ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેઇનમેન્ટ સિસ્ટમ નેવિગેશન સાથે, 8 સ્પીકર હર્મન ઓડિયો સિસ્ટમ, સ્ટીયરિંગ માઉન્ટેડ ઓડિયો કન્ટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. કારમાં ત્રણ કલર ઓપ્શન આપવામાં આવ્યા છે, જેમાં મલાબાર સિલ્વર, ફોજી વ્હાઇટ અને કેન્યોન ઓરેન્જ કલર ઓપ્શન છે.

કેવા છે સેફ્ટી ફીચર્સ
Tiago NRGમાં સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ કારમાં એબીએસ, ઇબીડી, ડ્યૂઅલ એરબેગ્સ, ફોલો મી હોમ લેમ્પ્સ, રિયર પાર્કિંગ સેન્સર્સ, ડે નાઇટ આઇઆરવીએમ, રિયર સ્માર્ટ વાઇપર અને વોશર જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

એન્જિન સ્પેસિફિકેશન
આ કારમાં 1.2 લિટર રેવોટ્રોન પેટ્રોલ અને 1.05 લિટર રેવોટોર્ક ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. કારનું પેટ્રોલ એન્જિન 85 બીએચપી પાવર અને 114 એનએમ ટોર્ક જ્યારે ડીઝલ એન્જિન 70 બીએચપી પાવર અને 140 એનએમ ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા ધરાવે છે. નવી કારમાં 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે. પેટ્રોલ એન્જિન 23 kmplની જ્યારે ડીઝલ એન્જિન 27 kmpl એવરેજ આપે છે.

X
Tata launched Tiago NRG cross hatchback in india
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App