ટાટાએ લોન્ચ કરી Nexonની Kraz Edition; 7.14 લાખ કિંમત, કેવા છે તેના ફીચર્સ

Tata launched Nexon Kraz Edition in india
Tata launched Nexon Kraz Edition in india
Tata launched Nexon Kraz Edition in india

divyabhaskar.com

Sep 07, 2018, 11:15 AM IST

ઓટો ડેસ્કઃ ટાટા મોટર્સની કોમ્પેક્ટ એસયુવી Nexonને લોન્ચ કર્યાને એક વર્ષ થઇ રહ્યું છે. Nexonને એક વર્ષ પૂર્ણ થવાના અવસરે કંપની તેની લિમિટેડ એડિશનના વર્ઝનને લોન્ચ કરી છે. આ કારના પેટ્રોલ વર્ઝનની કિંમત 7.14 લાખ અને ડીઝલ વર્ઝનની કિંમત 8.07 લાખ રૂપિયા એક્સ શોરૂમ રાખવામાં આવી છે. Nexonને નીયો ગ્રીન ટ્રિટમેન્ટ આપવામાં આવ્યું છે. ટાટાની Nexonના આ મોડલને Kraz Edition નામ આપવામાં આવ્યું છે. લીક ઇમેજથી જાણી શકાય છે કે તેમાં બ્લેક અને ગ્રે પેઇન્ટ સાથે નિયો ગ્રીન હાઇલાઇટ્સ આપવામાં આવી છે.

ટાટા Nexon Kraz Editionને નેક્સૉનના રેગ્યુલર XT વેરિએન્ટ પર ડેવલપ કરવામાં આવી છે, તેમજ તેને Kraz અને Kraz+ વેરિએન્ટમાં વેચવામાં આવશે. આ કાર પેટ્રોલ અને ડીઝલ એમ બન્ને એન્જિન ઓપ્શન સાથે ઉતારવામાં આવશે.

ટાટા Nexon Krazનો લુક
ટાટા મોટર્સને નેક્સૉનની લિમિટેડ એડિશનના સ્પેસિફિકેશનમાં કોઇ ફેરફાર કર્યા નથી. જોકે તેના લુકમાં ઘણો ચેન્જ કરવામાં આવ્યો છે. Nexon Kraz એડિશનમાં બેલ્ક પેઇન્ટ સાથે ગ્રે રૂફ આપવામાં આવ્યું છે. ORVMs, વ્હીલ કેપ્સ અને ગ્રીલ પર નિયો ગ્રીન હાઇલાઇટ્સ છે. કારની અંદર પણ નિયો ગ્રીન કલર જોવા મળે છે. એસી વેન્ટની આસપાસ અને સીટ્સ પર કરવામાં આવેલી સિલાઇ પણ નિયો ગ્રીન છે. ડેશબોર્ડ અને ડોર્સ પર બ્લેક ફિનિશ છે અને સેન્ટ્રલ કોન્સોલ પર Kraz બૈજિંગ છે.

બીજા ફીચર્સ
Karz એડિશનમાં XT વેરિએન્ટ પર બનાવવામાં આવ્યું છે, તેવામાં આ કારમાં એન્ડ્રોઇડ ઓટોની સાથે ટચસ્ક્રીન ડિસપ્લે નહીં હોય. જોકે Karz એડિશનમાં તમને કૂલ્ડ ગ્લવબોક્સ, એર કન્ડિશન માટે ઓટોમેટિક ટેમ્પ્રેચર કન્ટ્રોલ, શાર્ક ફિન એન્ટિના, રિયર એર વેન્ટ્સ અને બૂટ લેમ્પ આપવામાં આવી છે.

X
Tata launched Nexon Kraz Edition in india
Tata launched Nexon Kraz Edition in india
Tata launched Nexon Kraz Edition in india
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી